News of Sunday, 22nd June 2025
ખેરાલુંના મલેકપુર ગામમાં 8:30 વાગ્યા સુધી મતદાન ચાલુ : સાંજે 6 વાગ્યા સુધીમાં 150થી વધુ મતદારો બૂથ પર પહોંચ્યા
મલેકપુર ગામમાં 3 મોટા વોર્ડમાં કુલ 1396 જેટલા મતદારો : સવારથી આ મતદારોમાં ઉત્સાહ : સાંજના 6 વાગ્યા પહેલા મતદારો વધી ગયા અંદાજે 150 જેટલા મતદારોએ પ્રવેશ કર્યો

મહેસાણાના ખેરાલુંમાં આવેલ મલેકપુર ગામમાં સાંજના 8:30 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. સવારથી અહીંયા મતદાન શરૂ થયું હતું અને લોકોએ મત આપવા લાઈનો લગાવી હતી. જેમાં સાંજના 6 વાગ્યા પછી પણ મોટી સંખ્યામાં મતદારો લાઈન લગાવીને ઉભા હતા જેથી મતદાન પૂરું થતા 8:30 વાગી ગયા હતા.
મલેકપુર ગામમાં 3 મોટા વોર્ડમાં કુલ 1396 જેટલા મતદારો છે. સવારથી આ મતદારો લાઈનમાં ઉભા હતા. જોકે સાંજના 6 વાગ્યા પહેલા મતદારો વધી ગયા હતા. જેમાં અંદાજે 150 જેટલા મતદારોએ પ્રવેશ કર્યો હતો. મતદારો કેમ્પસમાં પ્રવેશી ચૂક્યા હતા જેના કારણે મતદાન કરાવવું પડે તેવી સ્થિતિ હતી. જેથી અહીંયા મતદાન સમયથી અઢી કલાક સુધી યથાવત રાખવામાં આવ્યું હતું.
ગામમાં પ્રથમ વખત આવી ઘટના બની છે કે જેમાં મોડે સુધી મતદારોને મતદાન કરવા દેવામાં આવ્યું છે. પોલીસ ટીમ સહિત કર્મચારીઓએ સ્થળ પર ફરજ બજાવી હતી. જેમાં લોકો વારાફરતી આવ્યા અને તેમણે પોતાનો મત આપ્યો હતો. જેના કારણે સમય અઢી કલાક વધારે વીતી ગયો અને રાતના 8:30 વાગ્યા સુધી મતદાન થયું હતું.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
