<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

સુરત જિલ્લાના હથોડા ગામથી દેવમોગરા દર્શનાર્થે આવતા દંપતીની બાઇકને ટ્રકએ અથાડતા પત્નીનું મોત

નેત્રંગથી ડેડીયાપાડા જતા હાઇવે રોડ પર અજાણ્યા ટ્રક ડ્રાઈવરે અકસ્માત કરતા પતિને ગંભીર ઇજાઓ, પત્નીનું મોત

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા હાઈવે રોડ પર પૂરપાટ આવતી ટ્રકે બાઈક પર જતા દંપતીની બાઇક સાથે અકસ્માત કરતાં પત્નીનું મોત થયું હતું જ્યારે પતિને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા

     મળતી માહિતી અનુસાર કોકીલાબેન રાજુભાઇ ગૌમનભાઇ રાઠોડ (રહે..હથોડા, તા. માંગરોલ.જી. સુરત )નાઓ આપેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર રાકેશભાઇ રાજુભાઈ રાઠોડ તેમની પત્ની રેવાબેનને લઈ દેવમોગરા મંદિરે દર્શનાર્થે તેમની મોટર સાઇકલ નં. GJ-05-NH-712 લઈને જતા હતા ત્યારે એક અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક પુરઝડપે હંકારી લાવી રાકેશભાઇ રાજુભાઇ રાઠોડની મોટર સાઇકલ ને નેત્રંગ થી ડેડીયાપાડા જતા હાઇવે રોડ ઉપર ભાટપુર ગામના પાટીયાથી આગળ એક્સીડન્ટ કરતા રાકેશભાઇ રાજુભાઇ રાઠોડ (ઉ.વ.૨૨ )ને માથામા તથા ડાબા ખભા ઉપર ગંભીર ઇજા તથા શરીરે નાની મોટી ઇજા પહોંચાડી તેમજ મરનાર રેવાબેન (પિતા) હિતેશભાઇ હળપતિ (ઉવ.૨૮)( રહે. હન્ડ ભાથીયા ફળીયુ તા.ચીખલી જી. નવસારી)  નાઓના માથાના ભાગે ટ્રકનુ ટાયર ચડાવી દઇ માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


 

(10:08 PM IST)