તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
કેવડિયા એકતાનગર ખાતે ભારત ભરતીના ચતુર્થ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું.
ભારત ભરમાં વિવિધ પ્રાંતોમાં કામ કરતા સંઘના ભાઈઓ બહેનો દ્વારા લવાયેલ ચોખા એક પાત્રમાં રાખી એકતાની ખીર બનાવશે જેને સૌ આરોગશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના કેવડિયા એકતનગર ખાતે ભારત ભારતીના ચતુર્થ રાષ્ટ્રીય ત્રિ દિવસીય અધિવેશન યોજાયું. સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે ભારત ભરના વિભિન્ન પ્રાંતોથી પધારેલા 350થી 400 કાર્યકર્તા ભાઈ બહેનોને સંસ્થા વિશે પ્રશિક્ષણ આપવામાં આવ્યા હતા. ત્રણ દિવસીય અધિવેશનમાં ઉદ્ઘાટન સત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહ ડો કૃષ્ણ ગોપાલજી એ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામા આવ્યું હતું. અંતિમ ચરણમાં ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા, સાંસદ મનસુખ વસાવા, વડોદરા સાંસદ હેમાંગ જોષી, શહેર પ્રમુખ જયપ્રકાશ સોની સહીત આગેવાનો હાજર રહ્યા હતા.
એક ભારત શ્રેષ્ઠ ભારત અને રાષ્ટ્રીય એકાત્મકતાને સમર્પિત સંગઠન ભારત ભારતી, પરસ્પર સંવાદિતા વધારવા માટે કાર્ય કરી રહી છે. એક જ શહેરમાં રહેવાવાળા વિવિધ પ્રાંતોના વિભિન્ન સમાજ એકત્રિત થઈને લઘુ ભારતની સંકલ્પના સાકાર કરે અને પરસ્પર સંવાદિતાના અજવાળાથી નબળી પ્રાદેશિકતાનું ધુમ્મસ દૂર કરે એવા ઉદ્દેશ્યો લઈને ભારત ભારતી કામ કરે છે. સમાપન સત્રમાં અધિવેશનમાં દેશભરમાંથી આવેલ કાર્યકર્તા ભાઈબહેનો દ્વારા સાથે લાવવામાં આવેલ ચોખા એકત્રિત કરવામાં આવ્યા અને સ્ટેજ પર મૂકવામાં આવેલ ઘડામાં ભરીને દૂધની ખીર બનાવી એકતા ખીર સૌને પ્રસાદ રૂપમાં આપવામાં આવશે જેનાથી સૌ એકતાનો સંદેશો લઈને પોતાના વિસ્તારમાં જશે ત્યારે એકતાની વાતો કરશે..જેમ પહેલા ગાંધી જી એકતાની વાત કરી બીજો સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડા એક કર્યા અને બાદમાં વડાપ્રધાન મોદી કે જેમણે આ એકતા નગર બનાવી વિશ્વ ને બતાવ્યું..જેવો સંદેશો આપ્યો હતો.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
