<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

રાજયમાં ધોધમાર વરસાદને પગલે 206 ડેમમાં નવા નીરની આવક : 8 ડેમ 100 ટકા ભરાયા :14 જેટલાં ડેમો હાઈ ઍલર્ટ પર

26 ડેમ 70-100 ટકા, 22 ડેમ 50-70 ટકા, 57 ડેમ 25-50 ટકા અને 99 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા: 14 ડેમને હાઈ ઍલર્ટ, 9 ડેમને ઍલર્ટ અને 11 ડેમને લઈને વોર્નિંગ અપાઈ

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં આવેલા નદી-ડેમ છલકાયા છે. હવામાન વિભાગે આજે રવિવારે (22 જૂન) સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને ડેમને લઈને આંકડાકિય માહિતી જાહેર કરી છે

  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં સરેરાશ 15.04 મિ.મી. વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે 206 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં 8 ડેમ 100 ટકા ભરાયા છે અને 14 જેટલાં ડેમો હાઈ ઍલર્ટ પર છે   

   હવામાન વિભાગ મુજબ, આજે 22 જૂનની સાંજે 4 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો, 454.98 ફૂટ સંપૂર્ણ જળાશય સ્તર અને 389.96 ફૂટ હાલનું પાણીનું સ્તર છે. જેમાં 8 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 26 ડેમ 70-100 ટકા, 22 ડેમ 50-70 ટકા, 57 ડેમ 25-50 ટકા અને 99 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 14 ડેમને હાઈ ઍલર્ટ, 9 ડેમને ઍલર્ટ અને 11 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે.

 

(9:38 PM IST)