તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ : પોલીસ કમિશનર જી.એસ. મલિકે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું
યાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરાશે અને તમામ ડ્રોનમાં GPS લગાડવામાં આવ્યા :જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપીયોગ કરાશે

અમદાવાદમાં જગન્નાથ મંદિરથી નીકળનારી 148મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. મંદિર, રથયાત્રા રૂટ અને શહેરની સુરક્ષા માટે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતુ.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રામાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રહેશે. કોઈ પણ પ્રકારની ભાગદોડ ના થાય તે માટે વ્યવસ્થા કરાઈ છે. રથયાત્રામાં 45 ડ્રોનનો ઉપયોગ કરાશે અને તમામ ડ્રોનમાં GPS લગાડવામાં આવ્યા છે. જગન્નાથ મંદિર, સરસપુર, પ્રેમ દરવાજા, તંબુ ચોકી, દિલ્હી દરવાજા સહિત 5 સ્થળે એન્ટી ડ્રોનનો ઉપીયોગ કરાશે. મળતી માહિતી મુજબઅમદાવાદમાં રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શહેર પોલીસ તરફથી તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત અને ડાયવર્ઝન અંગે જરૂરી સૂચના આપવામાં આવી છે.
ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને આડે ગણતરીનાં દિવસો બાકી રહી ગયા છે, તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાને લઈને બંદોબસ્તની કામગીરી તેજ કરવામાં આવી છે. આ વખતે રથયાત્રામાં 17500 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તૈનાત કરાશે. ક્રાઈમ બ્રાંચ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે અને સાથે 45 જેટલા ડ્રોનથી રથયાત્રા પર વોચ રાખવામાં આવશે. સાથે જ રથયાત્રાનાં રૂટ પર લગાવવામાં આવેલા ખાનગી કેમેરા થકી પણ મોનિટરિંગ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં 3 રથની સાથે, 18 ભજન મંડળી, 30 અખાડા, 101 ટેબ્લો ટ્રક અને ગજરાજ જોડાશે. લાખો ભક્તોની સુરક્ષા માટે પોલીસે ખાસ આયોજન કર્યા છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ક્રાઈમબ્રાન્ચ સજ્જ થઇ ગઇ છે. ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે. જગન્નાથ મંદિરમાં પણ BDDS ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. BDDS, વજ્ર વાહન, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
