<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

SG હાઈવે, શિવરંજની, બોડકદેવ, સેટેલાઈટ, ગોતા, ઘાટલોડિયા, બોપલ અને શીલજ પણ વરસાદ ખાબક્યો: . મણિનગર, ગીતામંદિર, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદ

અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. SG હાઈવે, શિવરંજની, બોડકદેવ, સેટેલાઈટ, ગોતા, ઘાટલોડિયા, બોપલ અને શીલજ પણ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પૂર્વમાં નરોડા, નારોલ અને કૃષ્ણનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મણિનગર, ગીતામંદિર, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો. કાલુપુર અને ઘોડાસરમાં પણ વરસાદ વરસ્યો હતો. તો ગાંધીનગરમાં પણ તમામ મુખ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.


 

(6:51 PM IST)