તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 22nd June 2025
દાહોદના ઝાલોદના મોટીહાંડી ગામમાં મતદાન મથક ઉપર માથાકૂટ: સરપંચ પદના સર્મથકોનો સામસામે પથ્થરમારો :હોમગાર્ડ ઈજાગ્રસ્ત
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે મામલો થાળે પાડી મતદાન શરુ કરાવ્યું :મતદાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.આજે કુલ 8 હજાર 326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તે વચ્ચે દાહોદના ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં મતદાન મથક ઉપર માથાકૂટ થઈ છે. ધામણખોબરા પ્રાથમિક કેન્દ્રમાં માથાકૂટ થઈ છે. સરપંચ પદના સર્મથકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે મામલો થાળે પાડી મતદાન શરુ કરાવ્યું છે. મતદાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
