તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 22nd June 2025
બનાસકાંઠાના દાંતામાં નવ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબોળ : પાલનપુરના એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
દાંતીવાડા અમીરગઢ દાતામાં ગરનાળાઓમાં પણ પાણી ભરાયા: ગણેશપુરા બ્રિજેશ્વર કોલોની સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ

બનાસકાંઠાના દાંતામાં ગઈ રાત્રે નવ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ભારે વરસાદથી પાલનપુરના એસટી બસ સ્ટેન્ડ, ગણેશપુરા બ્રિજેશ્વર કોલોની સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાલનપુર એસટી બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.
દાંતીવાડા અમીરગઢ દાતામાં ગરનાળાઓમાં પણ પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહીને પગલે ભારે વરસાદની શક્યતા અને વાવણીના સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે તો બીજી બાજુ પાણી ભરાઈ જવાથી જનજીવન ખોરવાઈ જવા પામ્યુ છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
