તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
આજે ગુજરાતમાં ઘણા બધા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં મેઘો મૂશળધાર વરસશે
કાલે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સવારથી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 28 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લામાં અત્યંત ભારે અને અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 22 જૂન 2025ના રોજ બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, જામનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
23 જૂન 2025ના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, પાટણ સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
24 જૂન 2025ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જામનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
25 જૂન 2025ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, કચ્છ, બનાસકંઠા, મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
26 જૂન 2025ના રોજ જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
27 જૂન 2025ના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપરુ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
28 જૂન 2025ના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
