<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

આજથી ર૭ મી જુન સુધી મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળશેઃ હવામાન ખાતુ

રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિતના રાજયભરના શહેરોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્‍યમ તો કેટલાક વિસ્‍તારોમાં ભારે વરસાદ પડશે

અમદાવાદઃ  હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે 22 જૂનથી રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારેથી મધ્યમ વરસાદ જોવા મળશે. આ આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે વરસાદના આગમનથી વાવણી કાર્યને વેગ મળશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 22 જૂનના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, તાપી, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ખેડા અને આણંદ માં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 23 જૂનના રોજ કચ્છ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ કચ્છ, પાટણ,સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ડાંગ, તાપી, સુરત, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, ખેડા અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 24 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મોટા ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 25 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મોટા ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 26 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 27 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મોટા ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(2:03 PM IST)