<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

આજે વહેલી સવારથી રાજ્યના હવામાનમાં પલટોઃ અરબસાગરમાં કરંટઃ વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે રહ્યો છે

અમદાવાદઃ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત આજે વહેલી સવારે 6 વાગ્યાથી ગુજરાત જિલ્લામાં મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે.
આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ થયો તે જાણો…
    ખેડબ્રહ્મા તાલુકામાં 0.98 ઈંચ વરસાદ
    અમીરગઢ તાલુકામાં 0.79 ઈંચ વરસાદ
    કપરાડા તાલુકામાં 0.75 ઈંચ વરસાદ
    વિજયનગર તાલુકામાં 0.55 ઈંચ વરસાદ
    નવસારી તાલુકામાં 0.47 ઈંચ વરસાદ
    જલાલપોર તાલુકામાં 0.43 ઈંચ વરસાદ
    ઉમરગામ તાલુકામાં 0.43 ઈંચ વરસાદ
    વાલિયા તાલુકામાં 0.31 ઈંચ વરસાદ
    ઉમરપાડા તાલુકામાં 0.31 ઈંચ વરસાદ
    ગોંડલ તાલુકામાં 0.28 ઈંચ વરસાદ

(11:11 AM IST)