<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

કુંવરપુરા ગ્રામપંચાયત ચૂંટણીમાં સભ્યની ઉમેદવારી કરનારને ધમકી આપનાર સામે ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપુરા ગામમાં ગ્રામપંચાયત ચૂંટણી બાબતે ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે મળતી માહિતી અનુસાર બચુભાઇ ભયલાલભાઇ વસાવા (રહે. કુવરપરા ગામ ભચરવાડા નવી વસાહત )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તા.૧૩/૦૬/ ૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે અઢી થી પોણા ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા તે વખતે પ્રિયંકભાઇ ઉર્ફે પીન્ટુ મણીલાલભાઇ વસાવાએ તેમને તેમના દિકરા નગીનભાઈના છોકરા વિજયભાઇની પત્નિ નયનાબેનનાઓએ કુંવરપરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સભ્ય તરીકે ઉમેદવારી કરેલી છે અને તમને ચુંટણીમાં વધારે પડતો રસ લો છો, તમને ગામમાં રહેવાનું મુશ્કીલ કરી દઇશ અને ટાંટીયા ભાગી નાખીશ તેવી (૧) પ્રિયંકભાઇ ઉર્ફે પીન્ટુ મણીલાલભાઇ વસાવા તથા (૨) સૌરવભાઈ મણીલાલ વસાવા તથા (૩) સચીનભાઈ રઘુભાઇ વસાવા તથા (૪) રોહિતભાઈ રાજનભાઇ વસાવા તથા (૫) વિશાલભાઇ બહાદુરભાઇ વસાવા તથા (૬) સુનિલભાઇ ભુપતભાઇ વસાવા (તમામ રહે.કુંવરપરા તા.નાંદોદ જી,નર્મદા) ફોન કરીને ધાક-ધમકી આપી તથા તેમના સિવાયના અન્યોને પણ વોટ્સએપ ગૃપમાં અભદ્ર ચેટીંગ કરી તથા ટેલિફોનીક ધાક-ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી.
    જ્યારે બીજી ફરિયાદ હિંમાશુભાઇ રમણભાઇ પરમાર, રહે-કુંવરપુરા નવી વસાહતનાઓ એ પણ આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ (૧) પ્રિયંકભાઇ ઉર્ફે પિન્ટુ મણીલાલભાઇ વસાવા (૨) સચીનભાઈ રઘુભાઇ વસાવા (૩) રોહિતભાઇ રાજનભાઇ વસાવા (૪) વિનોદભાઇ ઉર્ફે બિલ્લો વસાવા નાઓ પૈકી પ્રિયંકભાઇ વસાવા એ જણાવ્યું કે તુએ અમારી સામે અરજી કેમ આપેલ છે. તેમ કહી હિમાંશુભાઈ ને ઢીકા-પાટુનો માર મારી ગાળો બોલી તમારે જે કેશ કરવો હોય તે કરી દેજો કહી ગુનો કરતા રાજપીપળા પોલીસે બંને ફરિયાદ માં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે

(9:57 PM IST)