News of Saturday, 21st June 2025
તિલકવાડાના રામપુરી ગામ આગળ બાઇક લઈ જઈ રહેલા વ્યક્તિની બાઇક સ્લીપ થયા મોત
ગામના એક મહિલાને બાઇક પાછળ બેસાડી જતા હતા પરંતુ બાઇક ચાલક વાંકી ચૂકી ચલાવતા મહિલા રસ્તામાં ઉતરી જતા બચી ગયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા રામપુરી ગામની આગળ વાંકી ચૂકી બેફામ બાઇક ચલાવતા ચાલકની બાઇક સ્લીપ થતા ચાલકનું મોત થયું હતું
મળતી માહિતી અનુસાર રમણભાઈ ગબાભાઈ તડવી નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના પત્ની જશોદાબેન તેમના ગામના મોટર સાયકલ ચાલક દિનેશભાઈ જયંતીભાઈ ભીલ (ઉમર ૪૦) ( રહે વધેલી ડુંગળી ફળિયુ તાલુકો તિલકવાડા ) નાઓ તેમની મોટર સાયકલ નંબર- GJ22K5472 પર વધેલી ગામે જશોદાબેનને તેમના પિયર ગરડા ગામે લઇને જતા હતા ત્યારે દિનેશભાઈએ મોટર સાયકલ વાકીચુકી ચલાવતા હોવાથી જશોદાબેને મોટર સાયકલ ઉભી રખાવી પોતે ઉતરી ગયેલા અને દિનેશભાઈ મોટર-સાયકલ પાછી વાળીને જતા હતા ત્યારે પોતાની મોટર સાયકલ પુરઝડપે હંકારી લઇ જતા સ્ટેરીંગ પરનો કાબુ ગમાવી દેતા રોડ પર મોટર સાયકલને સ્લીપ ખપવડવી પોતાને માથાના પાછળ ના ભાગે ગંભીર ઇજા પહોચાડતા સારવાર દરમ્યાન પોતાનુ મોત નીપજાવતા તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
