News of Saturday, 21st June 2025
રાજપીપળા જિલ્લા જેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહિવટની કચેરી,અમદાવાદના ડો. કે.એલ.એન.રાવ તથા પોલીસ મહાનિરીક્ષક (જેલ) અશ્વિન ચૌહાણની સુચના હેઠળ રાજપીપળા જીલ્લા જેલ ખાતે તા.૨૧-૦૬-૨૦૨૫ ના રોજ ૧૧માં “ આતંરરાષ્ટ્રીય યોગ દિવસ " દિવસની ઉજવણી કરવામાં આવેલ.
૧૧ માં આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ રાજપીપળાના ડૉ.યોગેશ વસાવા, ડૉ.ઝરણા પરમાર, ડૉ.જીજ્ઞાશાબેન સાકરીયા તથા અધિક્ષક એમ.એન.જાડેજાનાઓના હસ્તે દિપ પ્રાગ્ય કરી તમામનું સ્વાગત કરી યોગ વિશેના ફાયદા તથા યોગની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ ઉપરોક્ત મહાનુભાવો તથા આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફ કર્મચારીઓ તેમજ રાજપીપળા જીલ્લા જેલના સ્ટાફ કર્મચારીઓ તથા બંદિવાનોને આયુર્વેદિક હોસ્પિટલ રાજપીપળાના યોગના પ્રશિક્ષિત શિક્ષક ફુલસીંગભાઇ વસાવા તથા વ્યક્તિ વિકાસ કેન્દ્ર રાજપીપળાના પ્રશિક્ષિત શિક્ષક દિનેશભાઇ તડવીનાઓ દ્રારા આજના આતંર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમામ માનસિક તણાવમુક્ત રહે તેમજ શારરીક સ્થિતિ સારી જળવાઇ રહે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે ધ્યાન-યોગા,આસન-પ્રાણાયામ કરાવવામાં આવેલ. તેમજ સરકારી આયુર્વેદિક હોસ્પીટલનાઓ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને ચા-નાસ્તાનું વિતરણ કરેલ હતું. આ પ્રસંગે સરકારી આયુર્વેદિક હોસ્પીટલના અધિકારી/કર્મચારીઓ તથા રાજપીપળા જીલ્લા જેલ ખાતેના તમામ અધિકારી/કર્મચારીઓ અને બંદિવાનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
રાજપીપળા જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એમ.એન.જાડેજા નાઓ દ્રારા સરકારી આયુર્વેદિક હોસ્પીટલના ડોકટર નો તથા પ્રશિક્ષિત શિક્ષકનાઓનો હૃદય પુર્વક આભાર વ્યક્ત કરેલ હતો.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
