<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

નર્મદા : કોલેજો માં પ્રવેશ મેળવવાના સમયે GCAS (જીકાસ) પોર્ટલની ધીમી ગતિથી વિદ્યાર્થીઓ પરેશાન

મોક રાઉન્ડથી પ્રવેશ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા ABVP નર્મદાએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

( ભરત શાહ દ્વારા )નર્મદા : બોર્ડના પરિણામો જાહેર થતા કોલેજોમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ અને વાલીઓ દોડતા થઇ ગયા છે સાથે ઉચ્ચ કોર્ષો માટે પણ પ્રવેશ માટે વિધાર્થીઓ દોડી રહ્યા છે,  કોલેજો માં પ્રવેશ મેળવવા સમયે GCAS(જીકાસ) પોર્ટલ ખુબ ધીમી ગતિએ કામગીરી કરે છે, વારંવાર એરર આવી જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. આ સાથે 14 યુનિર્વસિટી ની કોલેજો GCAS પોર્ટમાં બતાવે છે. જયારે બીજી ખાનગી યુનિર્વસિટીઓ કે કોલેજો આ પોર્ટલમાં નહીં દેખાતા વિદ્યાર્થીઓ અટવાઈ રહ્યા છે. ત્યારે આવા અટવાયેલા વિદ્યાર્થીઓની મદદ માટે અખિલ ભરતીય વિધાર્થી પરિસદ મેદાન માં આવ્યું છે અને નર્મદા જિલ્લાના ABVP ના આગેવાનો આ પોર્ટલમાં સુધારા સાથે મોક રાઉન્ડથી પ્રવેશ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા ABVP નર્મદા એ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે અને વિદ્યાર્થીઓના હક્ક માટે ABVP નર્મદા દ્વારા શિક્ષણમંત્રી ને સંબોધી ને આવેદનપત્ર આપી GCAS પોર્ટલમાં સુધારાની માંગ કરી છે.

ABVPએ માંગણીઓ કરતા જણાવ્યું છે કે..
 1. GCAS પોર્ટલમાં તમામ ખાનગી વિશ્વવિદ્યાલયોને સમાવિષ્ટ કરવામાં આવે :
આગામી શૈક્ષણિક વર્ષથી ખાનગી અને જાહેર બંને પ્રકારની વિશ્વવિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયા એકસમાન અને પારદર્શી રહે તે હેતુથી GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓને પણ આવરી લેવામાં આવે.
2. ચાલુ વર્ષે 'મોક રાઉન્ડ' ઉમેરવામાં આવે:
વિદ્યાર્થીઓને કોલેજ પસંદગીની સ્પષ્ટતા મળે અને પ્રવેશ પ્રક્રિયા સરળ બને તે માટે ચાલુ પ્રવેશ પ્રક્રિયામાં મૉક રાઉન્ડ ઉમેરવો જરૂરી છે. તેની સહાયથી અંતિમ પસંદગી વિધાર્થીઓ માટે સરળ થશે અને સમયસર પ્રવેશ પ્રક્રિયા પુરી થશે.
3. અનુસ્નાતક અભ્યાસક્રમના પરિણામો તાત્કાલિક જાહેર કરવામાં આવે:
અનેક યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક અભ્યાસક્રમના પરિણામો હજુ જાહેર થયા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પ્રવેશ મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આથી તાત્કાલિક પરિણામ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
ABVP નિર્વિકાર પણે વિદ્યાર્થીઓના હક્કો માટે લડી રહી છે અને સંકલ્પબદ્ધ છે કે શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા, સમાન તક અને સમયસર કામગીરી સુનિશ્ચિત થાય. જો શાસન આ માંગણીઓને ગંભીરતાથી નહીં લે, તો ABVP આગામી દિવસોમાં આંદોલન વધારશે.

(9:43 PM IST)