News of Saturday, 21st June 2025
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે: હવામાન વિભાગનું નાવકાસ્ટ જાહેર
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર : સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાત અને પૂર્વ-પશ્ચિમ ગુજરાતમાં અનેક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ

અમદાવાદ :હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહીને પગલે, રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદને લઇ નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાત અને પૂર્વ-પશ્ચિમ ગુજરાતમાં અનેક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમ કે, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી,દમણ-દાદરા નગર અને હવેલી સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં આજે મેઘ મહેર થઇ છે. 21 જૂનના સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીના વરસાદના આકંડા મુજબ, રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 4.2 ઈંચ વરસાદ ખાબક્યો છે. અરવલ્લીના મેઘરજમાં 3.9 ઈંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 3.11 ઈંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના સાગબારામાં 2.2 ઈંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં 1 ઈંચથી વધુનો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો અને નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખૂશખુશાલ થયા છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
