તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
દાદરા નગર હવેલીના યુવકનું અપહરણ અને હત્યા કેસનો ભેદ ઉકેલાયો : 7 આરોપીઓની ધરપકડ
આરોપીઓ આંખોમાં મરચાની ભૂકી નાખી અને ત્યારબાદ તેને બળજબરી પૂર્વક અપહરણ કરી અને એક વાહનમાં નાખી ઘટના સ્થળથી ઉઠાવી અને ફરાર થઈ ગયા હતાઆરોપીઓ આંખોમાં મરચાની ભૂકી નાખી અને ત્યારબાદ તેને બળજબરી પૂર્વક અપહરણ કરી અને એક વાહનમાં નાખી ઘટના સ્થળથી ઉઠાવી અને ફરાર થઈ ગયા હતા

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના આંબલી વિસ્તારમાં બે દિવસ અગાઉ એક યુવકના અપહરણ બાદ હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ધોળે દિવસે લોકોની વચ્ચેથી જ યુવકના અપહરણ બાદ તેની હત્યાની આ ઘટનાને લઇ પ્રદેશભરમાં ચકચાર મચી ગઈ હતી. જોકે આ મામલે ગણતરીના સમયમાં જ પોલીસ ને 7 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
બનાવની વિગત મુજબ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના આમલી વિસ્તારમાં એસ.કે મોબાઈલ નામની એક મોબાઇલની દુકાન ચલાવતા કુણાલ પ્રસાદ નામના એક યુવકનું બે દિવસ અગાઉ દુકાનની બહારથી જ અપહરણ થયું હતું. બેથી વધુ વાહનોમાં આવેલા કેટલાક લોકોએ પ્રથમ કુણાલને આંખોમાં મરચાની ભૂકી નાખી અને ત્યારબાદ તેને બળજબરી પૂર્વક અપહરણ કરી અને એક વાહનમાં નાખી ઘટના સ્થળથી ઉઠાવી અને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ પરિવારજનોએ આ અંગે સેલવાસ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જોકે ત્યારબાદ ગણતરીના સમયમાં જ કુણાલની ગલોંન્ડા વિસ્તારમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ
હતી.
પરિવારજનોએ આ અંગે નામજોગ કેટલાક લોકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આથી પોલીસે આરોપીઓને ઝડપવા પ્રયાસ કરતા ગણતરીના સમયમાં જ આરોપીઓએ ધરપકડની ડરે મહારાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનમાં આત્મ સમર્પણ કર્યું હતું. અત્યાર સુધી મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરનાર આરોપીઓ સહિત કુલ 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની આગવી ઢબે પૂછપરછ સામે આવ્યું છે કે મૃતક કુણાલ અને આરોપીઓમાં અગાઉથી જ કોઈ વાતને લઈ અંગત અદાવત ચાલતી હતી જેને કારણે જ આરોપીઓએ કુણાલ નું અપહરણ કરી અને ત્યારબાદ કારમાં લઈ જઈ ઢોરમાર માર્યો હતો ..અને ગલોન્ડા વિસ્તારમાં તેને ફેંકી અને ફરાર થઈ ગયા હતા. ત્યારે હાલ તો પોલીસે આ હત્યામાં સામેલ અન્ય આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
