તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
યોગ અમૂલ્ય ભેટ, ભારતમાં તેનો વ્યાપક સ્વીકારઃ નરહરિ અમીન
હીરામણિ શિક્ષણ સંકુલમાં યોગદિનની શાનદાર ઉજવણી : અમદાવાદની હીરામણિ સ્કુલમાં આજે સંસ્થાના વડા અને રાજયસભાના સભ્ય શ્રી નરહરિ અમીનની હાજરીમાં યોગ દિવસ ઉજવાયેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટઃ તા.ર૧ અમદાવાદમાં જનસહાય ટ્રસ્ટ સંચાલિત શ્રી હીરામણિ સ્કુલ (એસ.જી. હાવે) ખાતે ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાયેલ- સર્વેએ યોગ કયો હતો.
શ્રી નરહરિ અમીને યોગનું મહત્વ વર્ણવતા જણાવેલ કે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને પ્રયાસોથી ભારતમાં યોગ પ્રક્રિયાનો વ્યાપક સ્વીકાર થઇ રહયો છે. સરકારે શૈક્ષણિક અભ્યાસક્રમોમાં પણ સુયોગ્ય ફેરફાર સાથે યોગને સ્થાન આપ્યું છે. યોગના માધ્યમથી સ્વસ્થ, પ્રસન્ન અને શાંતિમય સમાજનું નિર્માણ કરી શકાશે. યોગને અપનાવીએ એ જ યોગ દિવસની સાચી ઉજવણી છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી વરૂણ અમીન, જોઇન્ટ સેક્રેટરી પંકજ દેસાઇ, સી.ઇ.ઓ. ભગવત અમીન તેમજ શાળા પરિવાર સભ્યો ઉપસ્થિત રહયા હતા.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
