તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
વિમાન દુર્ઘટનાના દિવંગતો અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાજપ કર્ણાવતી શહેર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે
આવતીકાલે સવારે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન : ભાજપ અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહેશે

અમદાવાદ, ૨૧ જૂન ૨૦૨૫ : ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી શહેર દ્વારા વિમાન દુર્ઘટનામાં કરુણ અવસાન પામેલા તમામ દિવંગતો અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આવતીકાલે, રવિવાર, ૨૨ જૂન ૨૦૨૫ ના રોજ સવારે ૯:૩૦ કલાકથી ૧૦:૩૦ કલાક દરમિયાન કર્ણાવતી શહેર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે યોજાશે. બીજેપી કર્ણાવતી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેરના ભાજપ અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ નાગરિકોને યાદ કરવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાનો છે. આ ઉપરાંત, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીએ રાજ્ય માટે આપેલા યોગદાનને પણ યાદ કરીને તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ભાજપ કાર્યાલય ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મૌન પાળીને અને પ્રાર્થના કરીને દિવંગતોની આત્માને શાંતિ મળે તેવી કામના કરવામાં આવશે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
