તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
ગુજરાત રાજ્યના ઐતિહાસિક ધરોહર અને આઇકોનિક સ્થળો ખાતે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયા
અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકાના સુદર્શન સેતુ અને સુદામા સેતુ, એકતાનગર – સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભુજના સ્મૃતિવન મ્યુઝીયમ, ભારત-પાકિસ્તાનની બોર્ડર પર સ્થિત નડાબેટ, ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, મોરબીના મણીમંદિરે લોકો મોટી સંખ્યામાં જોડાયા

અમદાવાદ તા.૨૧ : રાજ્યભરમાં આજે “૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી તેમજ રાજ્યના ઐતિહાસિક ધરોહર અને આઇકોનિક સ્થળો ખાતે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયા હતા.
આ ઉપરાંત અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકાના સુદર્શન સેતુ અને સુદામા સેતુ, એકતાનગર – સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભુજના સ્મૃતિવન મ્યુઝીયમ, ભારત-પાકિસ્તાનની બોર્ડર પર સ્થિત નડાબેટ, ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, મોરબીના મણીમંદિર, ઓખાના સામયાણી ટાપુ, બરડા ડુંગરના આભાપરા હીલ સ્ટેશન, ભાવનગરના હાથીબા દરિયા કિનારે, પોરબંદર ચોપાટી ખાતે તેમજ વડોદરા અટલાદરા સ્વામીનારાયણ મંદિર જેવા વિવિધ આઇકોનિક સ્થળો ખાતે યોગાભ્યાસ કાર્યક્રમો યોજાયા હતા.
રાજ્યભરમાં યોજાયેલા યોગાભ્યાસના સંકલિત ફોટોની લીંક આ સાથે સામેલ છે:
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
