<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

અમદાવાદમાં શ્રી સત્‍ય સાંઇ હાર્ટ હોસ્‍પીટલમાં મેજર ઓપન હાર્ટ સર્જરી થયેલા બાળકોએ યોગાભ્‍યાસ કર્યો

 

રાજકોટઃ અમદાવાદ ખાતેની ‘દિલ વિધાઉટ બીલ' થી સુપ્રસિધ્‍ધ શ્રી સત્‍યસાંઇ હાર્ટ હોસ્‍પીટલ ખાતે આજે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સત્‍ય સાંઇ હાર્ટ હોસ્‍પીટલ ખાતે જે બાળકો ઉપર મેજર ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. તે બાળકોએ વિવિધ યોગ કર્યા હતા. સવારે ૭ થી ૮ દરમિયાન બાળકોએ યોગાભ્‍યાસ કર્યો હતો અને એ પુરવાર કરી દીધું હતું કે, ઓપન હાર્ટ સર્જરી કરી દીધા પછી પણ અમે સ્‍વસ્‍થ અને સરળ જીવન જીવવા માટે તૈયાર છીએ.

(2:41 PM IST)