તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
કોલ દ્વારા બોટ ખરીદીનું કૌભાંડ અમે રાષ્ટ્રીય સુરક્ષા કેન્દ્રમાં રાખી તપાસ કરીએ છીએ... એસપી નિતેશ પાંડે
કોલ એટલે એક પ્રકારની RC બુક છે, આવા બોગસ દરવેજ દ્વારા મેળવાયેલ બોંટ સંવેદનશીલ દરિયા કિનારા માટે કેટલી જોખમી છે તે ત્રણ દશકા પહેલે મુંબઇ બોમ્બ ધડાકાનું RDX સૌરાષ્ટ્ર કિનારે ઉતરેલ તે બાબત પણ હું કેન્દ્રમાં રાખી હળવાશથી લેતો નથી... અમારા રેન્જ IG પણ સૌરાષ્ટ્ર દરિયા કિનારા, સરહદ વિસ્તારના અનુભવી હોવાથી તે પણ દરિયા કાંઠા વિસ્તારની નાની ઘટનાઓના મુળ સુધી જવાના આગ્રહી છે

રાજકોટ, તા.૨૧: કાશ્મીર ખીણની આતંકી ઘટના, પાકિસ્તાની જાસૂસો પકડાવવા ભૂતકાળમાં ત્રણ દશકા પહેલા મુંબઈમાં ડોન દાઉદ અને તેના સાગરીતો દ્વારા થયેલ બોમ્બ ધડાકામાં વપરાયેલ RDX સૌરાષ્ટ્રના સાગર કાંઠા મારફત ગયા વિગેરે બાબતોની અભ્યાસ જેમણે જામનગર એએસપી તરીકેના કાર્યકાળ દરમિયાન કરેલ અને દ્વારકા એસપી બનતા સુધી નિતેશ પાંડે દ્વારા ખૂબ ઊંડો અભ્યાસ કરેલ. યોગાનુયોગ સૌરાષ્ટ્ના લોકોની તાસીર ગુન્હાખોરી, દરિયાકાંઠા અને સરહદની સંવેદનશીલતાના અભ્યાસુ રેન્જ IG અશોક કુમાર યાદવ જેવા સિનિયર IPS. ના અનુભવનો લાભ મળતા દ્વારકા એસપી નિતેશ પાંડે કોઈ ઘટના બને ત્યારે તેને સામાન્ય ગણવાને બદલે ખૂબ ગંભીરતાથી લે છે, આનુ કારણ ભૂતકાળની ઘટના અંગે અભ્યાસ અને રાષ્ટ્રીય હિત આ બંને પરિપેક્ષમાં જ જુવે છે.
આ જ રેફરંસમા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં જુના બનાવટી કોલ જે એક પ્રકારે RTO ની ભાષામાં કહીએ તો એક પ્રકારની RC book છે, આ આધારે બોટ ખરીદવા, સરકારી સબસિડી મેળવવા જેવું કરોડોનું કૌભાડ પકડી કુલ ૧૧ ની ધરપકડ થયેલ છે. અકિલા સાથેની વાતચીતમા આપણે દરિયા કિનારે ઉતરેલ RDX વિગેરે ધ્યાને રાખી આ બાબત કોઈ સામાન્ય કૌભાડ તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી તપાસ કરવામાં આવશે તેમ જણાવેલ છે. અમારા રેન્જ વડા અશોક કુમાર યાદવ દ્વાર પણ ઊંડી તપાસ જરૂરી હોવાનું સૂચવ્યું છે.
ગઇ તારીખ.૧૩,૧૪/૦૬/૨૦૨૫ ના રોજ પોલીસ ઇન્સપેક્ટર, સ્પેશ્યલ ઓપરેશન ગળપ, દેવભૂમિ દ્વારકાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજાની સાથે પોલીસ હેડ કોન્સ. કિશોરસિંહ ભગુભા જાડેજા, નિર્મલભાઈ ભરતભાઈ આંબલીયા તથા પોલીસ કોન્સ. પ્રકાશકુમાર ખીમજીભાઇ દવે તથા એ.એસ.આઈ. લખમણભાઈ કરશનભાઈ આંબલીયા ઓખા મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. કિશોરસિંહ ભગુભા જાડેજા નાઓને સંયુક્તમાં બાતમીદાર મારફતે ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, ઓખામાં આવેલ આર. કે. બંદર ખાતે માછીમારી બોટોના ફિશરીઝ વિભાગને લગત કામ કરતા ખાનગી એજન્ટો નં. (૧) ‘રેહમત ફિશીંગ કન્સ્લટીંગ' નામની ઓફીસ ધરાવતો શાફીન સબિરભાઈ ભટ્ટી રહે. ઓખા, ગાંધી નગરી, તા.ઓખા મંડળ, જી.દેવભૂમિ દ્વારકા તથા નં. (૨) ‘રામદૂત ઝેરોક્ષ' નામની ઓફીસ ધરાવતો સુનિલ મનસુખભાઈ નિમાવત, રહે. ઓખા, નવી નગરી, તા.ઓખા મંડળ, જી.દેવભૂમિ દ્વારકા વાળા બન્ને ઇસમો અલગ અલગ માછીમારી બોટ માલીકો સાથે મળી જુની માછીમારી બોટ અથવા બીલ વગર ખરીદાયેલ માછીમારી બોટના તથા એન્જીન ખરીદીના બનાવટી બિલો બનાવી, ખોટા સોગંદનામાઓ ઉભા કરી ગેરકાયદે જુની માછીમારી બોટના નવા કોલ, લાયસન્સ કાઢી આપી કરોડોનુ કૌભાંડ કરે છે, આમ હકીકત આધારે બન્ને ઇસમો પોતાની ઓફીસ ખાતે હાજર હોય તેને સાથે રાખી ઓફીસની તપાસ કરતા નવી માછીમારી બોટના રજીસ્ટ્રેશન કરાવ્યા અંગેના શંકાસ્પદ કોલ, લાયસન્સ તથા બોટ, એન્જીન ખરીદી અંગેના શંકાસ્પદ બનાવટી બિલો મળી આવેલ હતા જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી મળી આવેલ તમામ ખરીદી બિલો તથા બોટના કોલ, લાયસન્સ કબ્જે કરવામાં આવેલ તેમજ સદહુ દસ્તાવેજો તથા બિલો અંગે પ્રાથમીક તપાસ કરતા તમામ બનાવટી બિલો આધારે ફિશરીઝ વિભાગમાં કુલ-૯૩ નવી માછીમારી બોટના રજીસ્ટ્રેશન થયેલ હોવાનુ જણાયેલ જેથી વધુ તપાસ થવા સારૂ ઉપરોક્ત બન્ને આરોપીઓ (૧) શાફીન સબિરભાઈ ભટ્ટી, ઉં.વ.૨૪, ધંધો. ફિશીંગ કન્સ્લટન્સી, રહે.ઓખા, ગાંધી નગરી, તા.ઓખા મંડળ, જી.દેવભૂમિ દ્વારકા તથા આરોપી નં.(૨) સુનિલ મનસુખભાઈ નિમાવત, ઉ.વ.૪૨, ધંધો. ઝેરોક્ષ તથા ફિશીંગ કન્સ્લટન્સી, રહે. ઓખા, નવી નગરી, તા.ઓખા મંડળ, જી.દેવભૂમિ દ્વારકા વાળા સહીત કુલ-૯૩ બોટ માલીકો વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૬૧(૨), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) મુજબ ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ. જે ગુન્હાની તપાસ હાથધરી બે એજન્ટ અને કુલ -૦૯ માછીમાર સહીત કુલ - ૧૧ આરોપીઓની ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ કૌભાંડમાં આ સીવાય અન્ય વધુ બોટ માલીકો, એજન્ટો તેમજ અન્ય ઇસમોની સંડોવણી છે કે કેમ? તે અંગે વધુ વિગતો મેળવવા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
તેમ આખી વિગત વિસ્તળત રીતે વર્ણવી અને આગળની કાર્યવાહીની માહિતી આપતા દેવભૂમિ દ્વારકા એસપી નીતીશ પાંડે દ્વારા વિશેષમાં જણાવેલ.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
