તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
ભરુચમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક રસ્તાઓ બંધ થયા :ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી
હાંસોટથી કંટિયાળજાળને જોડતો રસ્તો બંધ : દાંતરાઈ અને બાડોદરા ગામ વચ્ચે વરસાદી પાણી ભરાયા:વનખાડીના પાણી માર્ગ પર ફરી વળ્યા: ખાડીપુલ પર બનાવેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી

જરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે ભરુચમાં પણ ધોધમાર વરસાદ ખાબક્તા અનેક રસ્તાઓ બંધ થયા છે. ભારે વરસાદના કારણે હાંસોટથી કંટિયાળજાળને જોડતો રસ્તો બંધ થયો છે. દાંતરાઈ અને બાડોદરા ગામ વચ્ચે વરસાદી પાણી ભરાયા છે. વનખાડીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે. ખાડીપુલ માટે બનાવાયેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે. ખાડીપુલ પર બનાવેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી થઈ રહી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
