તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
અમદાવાદની વિમાની દુર્ઘટનાઃ એ સમયે ત્યાંથી પસાર થયેલ ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટરના મૃત્યુ માટે કારણભૂત બની હતી
કુદરતે જો નશીબમાં મૃત્યુ લખ્યું હોય તો વિમાનમાં ન બેઠા હોવા છતાં એજ હવાઈ દુર્ઘટના મૃત્યુ માટે જવાબદાર બની જાય છે, તેવું આપણે માનીએ કે ન માનીએ પણ આ કડવું સત્ય હોવાનો આ રહ્યો પુરાવો : ગુમ થયેલ મહેશભાઈ કાવડિયા ઉર્ફે જરાવાલાનો જ મૃતુદેહ હોવાનું DNA સેમ્પલ મેચ થવા છતાં લાગણીના કારણે પરિવાર મોતની વાત સ્વીકારવા તૈયાર ન હોવાથી પોલીસે ખાતરી કરાવવા સળગી ગયેલ એક્ટિવાના ચેસીસ નંબર શોધ્યા, આખરે પરિવારે સ્વીકાર્યુ : સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, સેકટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ સેની સહિતની ટીમ અને આ કિસ્સામાં મહત્વની કામગીરી બજાવનાર ડીસીપી પ્રદીપસિંહ જાડેજા આખા ઘટના ક્રમ અકિલા સમક્ષ વિગતે વર્ણવે છે

રાજકોટ, તા.૨૧: ગુજરાત અને દેશના ઈતિહાસની મોટી દુર્ઘટના અને નવી પેઢી માટે સહુથી મોટી કહી શકાય તેવી પાસણ ર્હ્દયના લોકનું પણ હૈયું હચમચી ઉઠે તેવી દુર્ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એટલી હદે ડરી ગયા છે કે ઘણાએ તો પોતાની વિમાની મુસાફરીના કાર્યક્રમ રદ કર્યા છે. પણ જો મળત્યુ નશીબમાં લખાયું હોય તો પ્લેનમાં ન બેસવા છતાં મળત્યુ થાય અને તેમાં પણ પ્લેન દુર્ઘટના નિમિત્ત બની જાય એવું પણ બને. આટલી પ્રસ્તાવના પછી ઘણા આ બાબત શુ છે? અને તેવો પ્રશ્ન ઘૂમરાવા લાગે, તો ચાલો વધુ સસ્પેન્સ ઊભું કર્યા વગર આખી ઘટના પરથી પડદો ઉઠાવીએ.
આ સમગ્ર ઘટના અંગે અકિલા સાથેની વાતચીતમાં ડીસીપી પ્રદીપસિંહ જાડેજાએ અકિલા સાથેની વિશેષ વાતચીતમા આખી બાબત અંગે અથ થી ઇતિ સુધીનો ઘટના ક્રેમ વર્ણવેલ જે આ મુજબ છે.
પ્લેન ક્રેશના બનાવ બન્યો ત્યાર પછી નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ, ડી માર્ટ ખાતે રહેતા મહેશભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલા ઉવ. ૩૪, કે જેઓ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર હતા, તેઓ પોતાની એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ શાહીબાગ સિવિલ હોસ્પિટલની આજુબાજુથી ગુમ થયેલા હોય, તેઓના ભાઈ કાર્તિકભાઈ ગીરધરભાઇ કાલાવાડિયા દ્વારા તેઓ ગુમ થવા બાબતની જાણવા જોગ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ હતી. આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.વી. ગોહિલ, શાહીબાગ પીઆઇ જે.ડી.ઝાલા, હે.કો. કિરીટભાઇ તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સ આધારે ગુમ થનાર મહેશ કાલાવાડિયા ઉર્ફે મહેશ જીરાવાલા એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ થયેલ હોવાની વિગતો મળેલ હતી. જેના આધારે ગુમ થનાર એર ક્રેશના બનાવમાં ભોગ બનેલા હોવાની પ્રથમ દૃષ્ટિએ શંકા જતા, તેના પરિવારજનોને જણાવતા, તેના પરિવારજનો આ વાત માનવા તૈયાર થયેલ ના હતા.
અમદાવાદ શહેરના સેક્ટર ૦૨ શ્રી જયપાલસિંહ રાઠોડ, ડીસીપી શ્રી રવિ મોહન સૈની દ્વારા આ ગુમ થનાર મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને સમજાવી, ડીએનએ લેવા જરૂરી હોવાની સમજણ આપી, શંકા દૂર કરવા પણ ડીએનએ ટેસ્ટ જરૂરી હોવાનું જણાવતા, મહેશભાઈના ભાઈ કાર્તિક કાલાવાડિયાના ડીએનએ નમૂના લેવડાવવામાં આવેલ હતા. પરિવારજનોને મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશ ના બનાવને કોઈ સંબંધ નહીં હોવાની પૂરી ખાત્રી હતી. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવતા, આヘર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલ ડેડબોડી સાથે ડીએનએ નમૂના મેચ થતા, પ્લેન ક્રેશમાં જ મહેશભાઈ કાલાવાડિયાનું મળત્યુ થયું હોવાની વિગતો બહાર આવી હતી. ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનોને બોલાવવામાં આવેલ અને કૌશિકભાઇના ડીએનએ સેમ્પલ, પ્લેન કેશની જગ્યાએથી મળી આવેલ ડેડબોડી સાથે મેચ થયેલાંની વિગતો આપી, મહેશભાઈ કાલાવાડિયાનું મળત્યુ પ્લેન ક્રેશ સમયે થયેલાની વાત જણાવતા, મહેશભાઈના પત્ની હેતલબેન તથા પરિવારજનો આ વાત કોઈપણ સંજોગોમાં માનવા તૈયાર નહોતા અને પોતાને પૂરી ખાત્રી થશે પછી જ ડેડબોડી સંભાળવા પોલીસને જણાવી દીધું હતું.
આ મામલે સતત જાણકારી મેળવતાં પોલીસ કમિશ્વર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા પણ તપાસ ટીમને પરિવારને પુરતી ખાતરી થાય તેવા તમામ પ્રયત્ન કરવા સૂચવેલ.
તપાસમાં રહેલ પોલીસ ટીમ દ્વારા જીણવટભરી તપાસ હાથ ધરી, શાહીબાગ પીઆઇ જે.ડી.ઝાલા તથા સ્ટાફના હે.કો. લાલજીભાઈ તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર મહેશભાઈ એકટીવા મોટર સાયકલ લઈને ગયેલા હોય, સીસીટીવી કેમેરા આધારે તપાસ કરી, એકટીવા ઉપર મહેશભાઈ બનાવવાળી જગ્યાએથી આ જ સમયે પસાર થતા હોવાનું શોધી કાઢવામાં આવેલ હતું. તેમ છતાં, પરિવારજનોનું દિલ પોતાના સ્વજન મહેશભાઈ કાલાવાડિયાનું મળત્યુ થયેલ હોવાનું માનવા તૈયારના હોય, તેઓ દ્વારા એકટીવા મળે અને બધું વેરીફાઈ થાય પછી જ લાશ સંભાળવા જણાવી દીધું હતું...વધુમાં, અમદાવાદ શહેર પોલીસ ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વધુ તપાસ કરી, સળગી ગયેલા વાહનો બાબતે મેઘાણીનગર પીએસઆઈ ચાવડા તથા સ્ટાફ મારફતે તપાસ કરવામાં આવતા, બનાવવાળી જગ્યાએ એક એકટીવા સળગી ગયેલ હાલતમાં જણાઈ આવેલ હતું, જેના એન્જિન અને ચેસીસ નંબર આધારે ચેક કરવામાં આવતા, આ વાહન મરણ જનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયેલ હતું.
આ એકટીવા બાબતની હકીકત પરિવારજનોને જણાવતા, પરિવારજનો ભાંગી પડેલ હતા અને પોતાના દીકરાને પ્લેન ક્રેશ થયેલ તે બાબતે જવાની કોઈ શકયતા નહીં હોવાથી, પોતે ડેડબોડી કોઈ અન્યની હોવાની અને પોતાનો દીકરો જીવીત હોવાની શકયતા હોવાથી ઊંડાણપૂર્વક તપાસ કરાવેલ હોવાનું જણાવી, રડી પડ્યા હતા. બંદોબસ્તમાં રહેલ એસીપી કળણાલ દેસાઈ, એસીપી રીના રાઠવા, શાહીબાગ પીઆઈ જે.ડી.ઝાલા, નરોડા પીઆઈ પી.વી.ગોહિલ, સહિતના સ્ટાફ દ્વારા પરિવારજનોને સાંત્વના આપી, સમજાવી, ઇશ્વર ઈચ્છા બળવાન હોવાનું અને નસીબની વાત હોવાનું જણાવી, શાંત કરી, ગુમ થયેલ મહેશભાઈ કાલાવાડિયા ઉર્ફે મહેશભાઈ જીરાવાલાના પાર્થિવ દેહનો કબજો સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ગુમ થયેલા મહેશભાઈ કાલાવાડિયાના પરિવારજનો દ્વારા કપરી પરિસ્થિતિમાં પોતાની તમામ રજૂઆત અને શંકા બાબતે જીણવટભરી તપાસ કરી, દૂધનું દૂધ સાબિત કરનાર અમદાવાદ શહેર પોલીસની સંવેદનશીલ કામગીરીના ભરપૂર વખાણ કરી, ભાવ વિભોર થયેલ અને અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ભાવ વાહી દ્રશ્યો સર્જાયા હતા. આમ, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, જેસીપી સેક્ટર ૦૨ શ્રી જયપાલ સિંહ રાઠોડ, ડીસીપી ઝોન ૦૬ શ્રી રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા નરોડા ખાતેથી ગુમ થનાર યુવાનની પ્લેન ક્રેશમાં જ મળત્યુ થયેલ હોવાનું શોધી કાઢી, સેવા સાથે સુરક્ષાનું ઉત્તરદાયિત્વ નિભાવી, બતાવ્યાનુ આ સમગ્ર ઘટનામાં મહત્વની માનવીય કામગીરીના હિસ્સેદાર પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
