<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

રાજપીપળામાં ભૂગર્ભ ગટરની એજન્સી બદલાતા બાકી રહેલા કનેક્શન માટે ખર્ચના રૂપિયા માંગતા નારાજગી

શરૂઆત માં ભૂગર્ભ કનેક્શન મફત આપવાની પાલિકાએ જાહેરાત કરી હતી અને જે કનેક્શન થયા તે મફત કર્યા પરંતુ બાકી રહી ગયેલા પાસે હવે રૂપિયા માગવામાં આવતા રોષ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા ખાતે ભૂગર્ભ ગટર લાઇન બાબતે રહી ગયેલા બાકી કનેક્શન માટે રૂપિયાની માંગણી કરાતા લોકોમાં નારાજગી જોવા મળે છે

    મળતી વિગતો અનુસાર રાજપીપળામાં શરૂઆતમાં જ્યારે ભૂગર્ભ ગટર લાઇન નાખવાની શરૂઆત થઈ ત્યારે પાલિકા દ્વારા દરેક ઘર વાળાને મફત કનેક્શન આપવાની જાહેરાત કરાઈ હતી અને અત્યારસુધી કનેકશન મફત આપ્યા પણ ખરા પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં અમુક ઘરના કનેક્શન બાકી રહી ગયા છે અને શરૂઆતની એજન્સી બદલાઈ ગઈ હોય હવે બાકી કનેક્શન નાંખવા માટે રૂપિયા 3000 કે કોઈના દૂર કનેક્શન હોય તો વધુ રૂપિયાની માંગણી થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એજન્સી બદલાઈ તેમાં રહી ગયેલા બાકી કનેક્શન વાળા નો શું વાંક..? શરૂઆતમાં મોટાભાગના કનેક્શન મફત માં આપ્યા તો જે ઘરો બાકી છે તેમાં કનેક્શન નહીં આપ્યા હોય અને હવે એજન્સી બદલાઈ જતા રૂપિયાની માંગણી કરાઈ તો આ વાત કેટલા અંશે વ્યાજબી કહેવાય.

રાજપીપળા નગરપાલીકાના હોદ્દેદારો અને જે તે વોર્ડના સભ્યો આ બાબતે યોગ્ય પગલા લઈ હાલની એજન્સીને મફત કનેક્શન આપવા જણાવે તેવી માંગ છે.


 

(11:33 PM IST)