<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે થશે યોગસાધના

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટીના ચેરમેન અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન -વ- વહીવટી સંચાલક મુકેશ પુરીની પ્રેરક ઉપસ્થિતીમાં થશે યોગ દિવસની ઉજવણી:“યોગા ફોર વન અર્થ – વન હેલ્થ” ની થીમ અને “સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતામુકત ગુજરાતના સંકલ્પ સાથે આયોજન

( ભરત શાહ દ્વારા )નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માઁ નર્મદાના ગોદમાં અને સરદાર સાહેબના સાંનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે “યોગા ફોર વન અર્થ – વન હેલ્થ” ની થીમ અને “સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતામુકત ગુજરાતના સંકલ્પ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટીના ચેરમેન અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન -વ- વહીવટી સંચાલક મુકેશ પુરીની પ્રેરક ઉપસ્થિતીમાં યોગસાધના થશે.

   આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતની પરંપરાગત યોગ પદ્ધતિને વિશ્વએ અપનાવી છે. વર્ષ ૨૦૧૪ થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧ મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે જાહેર કરાયો, યોગ હવે સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. “યોગા ફોર વન અર્થ – વન હેલ્થ” ની થીમ અને “સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતામુકત ગુજરાતના સંકલ્પ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરીન માર્ગદર્શનમાં અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાને આગેવાનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગને લોકો આત્મસાત કરે તે માટે પ્રવાસીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિવાર,નર્મદા નિગમ, GSECL, SRPF, CISF સહિત ગરૂડેશ્વર તાલુકાના આગેવાન અને નાગરીકો જોડાશે.  
    અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે ગુજરાત સરકારે આ વર્ષને “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત  ગુજરાત” તરીકે ઘોષિત કર્યુ છે. આ સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

(11:24 PM IST)