તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
નર્મદામાં પોલીસ અને તેમના પરિવારજનો માટે આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ રખાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનકકુમાર માઢક નર્મદા તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હેતલબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટ્રોમા સેન્ટર, એકતાનગર, એસ.ડી.એચ ગરૂડેશ્વર, એસ.ડી. એચ ડેડીયાપાડા, સા.આ.કેન્દ્ર સાગબારા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારી, પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવારજનો ના ડાયાબિટીસ, હાયપરટેંશન તેમજ જરૂરી લેબ ટેસ્ટ કરવામાં આવ્યા.
આમ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે જિલ્લામાં આવા કેમ્પ દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે કાળજી લેવામાં આવે છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
