તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો, પિતાએ સ્કૂલમાં પહોંચી શિક્ષકને લાફો માર્યો
લાફાના બદલે લાફોઃશિક્ષક અને વાલી વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે

વડોદરા,તા.૨૦
વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ વિદ્યાલયનો આ બનાવ છે. અહીંયા એક વિદ્યાર્થીએ કોઈ વિષયને લઈને શિક્ષકને ફરીથી સમજાવવા કહ્યું હતું. જેથી શિક્ષક કિરણસિંહ આવેશમાં આવી ગયા અને તેમણે વિદ્યાર્થીને લાફો ઝીંકી દીધો હતો. જે વાતને લઈને વિદ્યાર્થીએ તેના પિતાને જાણ કરી તો પિતા શાળાએ પહોંચ્યા હતા. જ્યાં ભારે હોબાળો થયો અને શિક્ષક અને વાલી વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી, જેના સીસીટીવી સામે આવ્યા છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સ્કૂલ શ્રેયસ વિદ્યાલયમાં આ બનાવ બન્યો છે. જ્યાં ચિત્રના શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારી દીધો હતો. વિદ્યાર્થીને માર મારતા તે રડવા લાગ્યો હતો. જેથી માતા પિતાને જાણ થતા તેઓ શાળાએ પહોંચ્યા હતા. જ્યાં તેઓ જ્યારે શિક્ષકને મળ્યા ત્યારે તે આ વાતને લઈને હસી રહ્યા હતા.
શિક્ષક કિરણસિંહને હસતા જોઈને પિતા રોષે ભરાયા અને તેમણે ચિત્રના શિક્ષકને લાફો મારી દીધો હતો. સ્ટાફરૃમમાં શિક્ષક અને વાલી વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. બીજી તરફ માતા પિતા વિદ્યાર્થીને લઈને મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ વિદ્યાર્થીને જીજીય્ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે શિક્ષક કિરણસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થી દ્વારા જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. સાથે જ શિક્ષકે એવું પણ કહ્યું કે વાલીએ સ્કૂલના સ્ટાફરૃમમાં આવીને માર્યો હુમલો કર્યો છે. સાથે જ શિક્ષકે એવું પણ કહ્યું કે ક્લાસરૃમ અને સ્ટાફરૃમના સીસીટીવીમાં આ સમગ્ર મામલો કેદ થયો છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
