<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

સુરતના ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ :બોલાચાલીમાં ચપ્પુથી યુવકની હત્યા :એક હુમલાખોરનું પણ મોત; 6 શખ્સોની ધરપકડ

આરોપીઓ પૈકી એકનું મોત થતા પોલીસે ચાર બાળકિશોર તેમજ રાજા રામ પ્રવેશ મહંતો અને આદિત્યસિંગ રાજપુતની ધરપકડ કરી

સુરતના ગોડાદરા વિસ્તાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે અવારનવાર મારામારી, ચપ્પુ મારવું જેવી ઘટનાઓ બની રહી છે. એવામાં ફરી એક વખત ગોડાદરા વિસ્તારમાં ઠાકોરનગર વિસ્તારમાં મહાકાલ નામના ગલ્લા પર મયુર પાટીલ નામનો યુવક ઉભો હતો તે દરમિયાન છ જેટલા શખ્સો તેમની પાસે ઉભા હતા. આ દરમિયાન વાતવાતમાં ઉભા રહેવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. જે દરમિયાન અમુક લોકોએ ચપ્પુ કાઢી અને મયુર પાટીલ પર હુમલો કર્યો હતો, જેથી મયુર પાનના ગલ્લેથી ભાગવા લાગ્યો હતો તેમ છતાં પણ હુમલાખોરોએ પાછળથી આવી આડેધડ મયુરને ચપ્પુના ઘા મારતા મયુર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ચપ્પુ લઇ અને પ્રતિકાર કરતા બે જેટલા લોકોને ચપ્પુના ઘા મારી દીધા હતા.

મયુર ગંભીર રીતે ઈજાગ્રસ્ત તથા તેમણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, તો બીજી તરફ મયુરે હુમલાખોરોને પણ ઇજાગ્રસ્ત કરતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ટૂંકી સારવાર દરમિયાન મયુર પાટીલનું મોત થયું હતું તો સામે હુમલાખોર આરોપી નીતિશ મહંતો ઉર્ફે ચોટલીનું પણ મોત થયું હતું આમ તેમના પર હુમલો થયો તેમનું અને હુમલો કરવા આવનારનું, એમ બે લોકોના મોત થયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં ચાર બાળ કિશોરો તેમજ ત્રણ અન્ય ઈસમોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ પૈકી એકનું મોત થતા પોલીસે ચાર બાળકિશોર તેમજ રાજા રામ પ્રવેશ મહંતો અને આદિત્યસિંગ રાજપુતની ધરપકડ કરી હતી. 

મહત્વનું છે કે આ સમગ્ર ઘટના એક અંગત અદાવતના કારણે બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હથિયારાઓને મયુર પાટીલ સાથે અગાઉની કોઈ વાતનું મન દુખ થયું હતું અને તેના જ કારણે આ લોકોએ મયુર પાટીલ પર હુમલો કર્યો હતો. જોકે આ ઘટનામાં મયુર પાટીલ તેમજ હુમલો કરવા આવનાર નીતિસ મહંતોનું મોત થયું હતું. હાલ પોલીસે ચાર બાળકિશોર તેમજ અન્ય બે એમ કુલ છ લોકોની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

(8:45 PM IST)