તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
આગામી છ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: જાણો ક્યાં દિવસે ક્યાં જિલ્લામાં વરસાદ પડશે
કાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે: રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા

અમદાવાદ :રાજ્યમાં સવારથી વરસાદનું જોર ધીમુ પડ્યું હોય તેમ જોવા છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 26 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, 20 જૂન 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, ભરૂચ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
21 જૂન 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, સુરત, વડોદરા, આણંદ, ખેડા, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે
22 જૂન 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય રાજકોટ, સુરત, વડોદરા, ભરૂચ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
23 જૂન 2025ના રોજ અમરેલી, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, આણંદ, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે
] 25 જૂન 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
26 જૂન 2025ના રોજ કચ્છ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
