તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
શહેરી વિકાસના અગ્રસચિવ તરીકે ચાર્જ સંભાળતા એમ. થેન્નારાશન

રાજકોટઃ રાજયના યુવા સેવા સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ પદેથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્રસચિવ તરીકે બદલી પામેલા શ્રી એમ. થેન્નારાશન આજે સાંજે નવી જગ્યાએ કાર્યભાર સંભાળી રહ્યા છે. રાજય સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી શરૂ થઇ છે ત્યારે તેમની નિમણુંક મહત્વની ગણાય છે.
શ્રી થેન્નારાશન મૂળ તામિલનાડુના વતની અને ર૦૦૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. સુરત અને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે રહી ચૂકેલ તેથી શહેરી વિકાસ ક્ષેત્રની કામગીરીના અનુભવી છે. (મો. ૯૯૭૮૪ ૦૭૦૩૩ ગાંધીનગર.)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
