તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 20th June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોને શ્રધ્ધાંજલી આપવા કમલમ ગાંધીનગર ખાતે આજે પ્રાર્થના સભા
રાજયનાં ભાજપના તમામ સાંસદો, રાજયસભાના સભ્યો, ધારાસભ્યો, જીલ્લા ભાજપ પ્રમુખો, ભાજપ શાસિત કોર્પોરેશનના મેયરો, પદાધિકારીઓ સહિતના આગેવાનોને હાજર રહેવા ટેલીફોનીક સુચનાઃ કેન્દ્રીય ભાજપ નેતાગીરી અને કેન્દ્રમાં રહેલા ગુજરાતના મોટા નેતા હાજર રહેશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા. ર૦ :.. અમદાવાદ ખાતે ઘટેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ સહિતના તમામ મૃતકોને શ્રધ્ધાંજલી આપવા આજે ગાંધીનગર કમલમ ખાતે સાંજે ૪ થી ૭ (ત્રણ કલાક) ભાજપ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં રાજયના તમામ સાંસદો, રાજયસભાના સભ્યો, ધારાસભ્યો, સંગઠનનાં હોદેદારો, મેયરોને હાજર રહેવા સુચના મળી છે.
આજે સાંજે ગાંધીનગર કમલમ ખાતે યોજાનાર પ્રાર્થના સભામાં રાજયનાં ભાજપનાં સાંસદો, રાજયસભાના સભ્યો, ધારાસભ્યો, જીલ્લા ભાજપનાં પ્રમુખો, ભાજપ શાસિત કોર્પોરેશનનાં મેયરો અને પદાધિકારીઓ તેમજ ગુજરાત રાજયનાં પ્રદેશ ભાજપનાં સંગઠનના હોદેદારોને સાંજે હાજર રહેવા કમલમ અને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટેલીફોનિક સુચના આપવામાં આવી છે.
જો કે અનિવાર્ય સંજોગો હોય તો હાજરી ના આપી શકો તો પણ જાણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના સાંસદો, રાજયસભાના સભ્યો, ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ વિજયભાઇની સ્મશાન યાત્રા અને પ્રાર્થના સભામાં જોડાયા જ હતાં. આમ છતાં ગઇકાલે સવારે ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં પણ મોટા ભાગના સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદેદારો પ્રાર્થના સભામાં જોડાયા હતાં. આમ છતાં આજે પણ સાંજે કમલમ ખાતે યોજાનાર પ્રાર્થના સભામાં હાજર રહેવા મોટાભાગના ધારાસભ્યો ગાંધીનગર રોકાય ગયા છે.
જાણવા મળ્યા મુજબ આજે યોજાનાર પ્રાર્થના સભામાં કેન્દ્રીય ભાજપ સંગઠનમાંથી અને કેન્દ્રમાંથી પણ કોઇ આગેવાન તેમજ બીજા રાજયમાંથી પણ સંગઠનનાં હોદેદારો ઉપસ્થિત રહેશે.
ગઇકાલે યોજાયેલ પ્રાર્થના સભામાં રાજકોટ શહેર અને જીલ્લા ભાજપનાં ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આમ છતાં આજે પણ ભાજપ દ્વારા તમામ મૃતકો માટે યોજાયેલ પ્રાર્થના સભામાં કોર્પોરેશનનાં પદાધિકારીઓ, શહેર અને જીલ્લાનાં સંગઠનનાં હોદેદારો ગાંધીનગર જવાના હોવાનું જાણવા મળે છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
