તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
સ્માર્ટ મીટર લગાવવા અંબિકાનગર સોસા.માં ગયેલ વીજ કર્મીઓ અને ગ્રાહકો વચ્ચે તું..તું.. મેં..મેં. થતા પોલીસ બોલાવવી પડી
DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ઝડપ માં ગ્રાહકો સાથે ઘર્ષણ : પહેલા સમજૂતી આપી પછી મીટર લગાવવું જરૂરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: આજના આધુનિક યુગમાં ડીજીવીસીએલ પણ સ્માર્ટ ડીઝીટલ વીજ મીટર લાવી છે. અને ગ્રાહકોને જબર જસ્તીથી આપી રહી છે. ત્યારે મીટરો લગાવવા માટે વીજ કંપનીના કર્મચારીઓ જાય ત્યારે ગ્રાહકો સાથે ઘર્ષણ ઉભું થાય તું..તું..મેં..મેં... થાય કેટલીક જગ્યાએ ઝગડા પણ થયા છે.
બુધવારે વીજ કર્મીઓ વડિયા પેલેસ રોડ ખાતે આવેલ અંબિકાનગર સોસાયટીમાં માં વીજ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ કહ્યું અમને અગાઉ કોઈ જાણ નથી કરી અને આ સ્માર્ટ મીટર લગાવવું ફરજીયાત છે એવું કોઈ લખાણ છે, ત્યારે વીજ કંપનીના કર્મચારીઓ એ કહ્યું લગાવવું જ પડશે ફરજીયાત છે. નહીતો પોલીસ બોલાવી ને પણ લગાવીશું એવી દાદાગીરી કરતા ગ્રાહકો અને વીજ કર્મી ઓ સાથે તું..તું.. મેં..મેં.થઇ અને વીજ મીટર લગાવવા સ્થાનિક સોસાયટીના લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ ઝગડો અને વિરોધ વધતા વીજ કર્મીઓએ 100 નંબર પર પોલીસ કંટ્રોલ માં ફોન કરીને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કર્મીઓ ગ્રાહકો ના ઘરે જઈને આવું વર્તન કરે ઘર્ષણ થાય તેના કરતા જે તે સોસાયટીમાં સ્માર્ટ મીટરો લગાવવા જવાના હોય તે પહેલા સોસાયટીના લોકો સાથે બેઠક કરી આ સ્માર્ટ મીટર કેમ લગાવવું અને જેનાથી ફાયદો ગેરફાયદો જણાવી તેમની મંજૂરી મેળવી લગાવવા ના હોય આતો જાણ વગર નીકળી જાય ઘરે પહોંચે તો ઘરનો મુખ્ય વ્યક્તિ નોકરી કે કામ ધંધાએ ગયો હોય ઘરે મહિલાને ખબર ના પડતી હોય એના કરતા એક અવર્નેશ કાર્યક્રમ જરૂરી છે. કેમકે વીજ મીટર ના નામે લોકો હાલ ખુબ ડરી રહ્યા છે. ત્યારે લોકોમાં સ્માર્ટ મીટર ને લઈને જાગૃતિ જરૂરી છે
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
