તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
નર્મદા જિલ્લાને એસ.ડી.આર.એફ. ની ૩૧ સભ્યો ની એક ટીમ ડીઝાસ્ટર માટે ફાળવવામાં આવી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ

( ભરત શાહ દ્વારા )નર્મદા : ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને NDRF અને SDRFની ટીમો જુદા-જુદા જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને બચાવ-રાહત માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં વધુ વરસાદની સંભાવનાને પગલે આવશ્યક બચાવ કાર્ય સમયસર થઈ શકે જાન માલને નુકશાન અટકાવી શકાય તે હેતુથી રાહલ કમિશનરની મળેલ સૂચનાનુસાર નર્મદા જિલ્લાને એસ.ડી.આર.એફ. ની એક ટીમ (કુલ ૩૧) સભ્યો જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ફાળવેલ એસ.ડી.આર.એફની એક ટીમ જે રાહત અને બચાવની કામગીરી કરશે. એસ.ડી.આર.એફ. ‘એ’ કંપની રા.અ.પો.દળ જુથ-૯ વડોદરા, નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સંકલનમાં રહીને ભારે વરસાદ વાવાઝોડું, પુર જેવી પરિસ્થિતિ દરમિયાન જિલ્લામાં જનહિત, પુરની પરિસ્થિતિ દરમિયાન સરાહનીય કામગીરી કરશે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
