તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th June 2025
લકઝરી બસમાં દારૂની હેરફેરનો પર્દાફાશ : બસમાંથી 3.65 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ભરૂચ એલસીબી પોલીસે ઝડપ્યા
અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે 48 પર મુલદ ટોલપ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે પાટીલ ટ્રાવેલ્સની બસની ડિક્કીમાંથી 3.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી

ભરુચ એલસીબી પોલીસે લક્ઝરી બસમાંથી 3.65 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. ભરુચ એલસીબી પોલીસે દારુની સાથે સાથે બેની ધરપકડ પણ કરી છે.
અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે 48 પર મુલદ ટોલપ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે પાટીલ ટ્રાવેલ્સની બસની ડિક્કીમાંથી 3.65 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે. મોબાઈલ અને બસ મળી રૂ.14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી મહારાષ્ટ્રના એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પ્રવીણ નામના શખ્સે મહારાષ્ટ્રના મુકતાનગર તિરંગા હોટલના કમ્પાઉન્ડમાંથી ભરી આપ્યો હતો અને અમદાવાદના રામોલ ખાતે બસ પાર્કિંગમાં મૂકે ત્યારે જાણ કરવા જણાવ્યું હતું, એલસીબી પોલીસે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
