<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ : વાપીમાં 5 ઇંચ ખાબક્યો :ધરમપુર અને પારડી તાલુકામાં 4-4 ઇંચ

કપરાડા તાલુકામાં 3.46 ઈંચ , વલસાડ તાલુકામાં 2.09 ઈંચ અને ઉમરગામ તાલુકામાં 0.39 ઈંચ વરસાદ

વલસાડ :હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત આજે વહેલી સવારે 6 વાગ્યાથી વલસાડ જિલ્લામાં મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે.

આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વાપી તાલુકામાં 4.72 ઈંચ વરસાદ,ધરમપુર તાલુકામાં 3.94 ઈંચ વરસાદ,પારડી તાલુકામાં 3.82 ઈંચ વરસાદ,કપરાડા તાલુકામાં 3.46 ઈંચ વરસાદ,વલસાડ તાલુકામાં 2.09 ઈંચ વરસાદ અને  ઉમરગામ તાલુકામાં 0.39 ઈંચ વરસાદ નોંધાયો છે 

 

(1:10 PM IST)