<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

સવારથી ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : હાંસોટમાં 3 ઇંચ અને વાલિયા પંથકમાં અઢી ઇંચ વરસાદ

સવારે બે કલાકમાં અંકલેશ્વર તાલુકામાં દોઢ ઇંચ, નેત્રાંગ તાલુકામાં પોણો ઇંચ જંબુસર અને ભરૂચ તાલુકામાં અડધો અડધો ઇંચ વરસાદ

ભરૂચ : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત આજે વહેલી સવારે 6 વાગ્યાથી ભરૂચ જિલ્લામાં મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે.

 સવારે 6થી 8 વાગ્યા સુધીમાં હાંસોટ તાલુકામાં 2.87 ઈંચ વરસાદ, વાલિયા તાલુકામાં 2.36 ઈંચ વરસાદ,અંકલેશ્વર તાલુકામાં 1.38 ઈંચ વરસાદ,નેત્રાંગ તાલુકામાં 0.87 ઈંચ વરસાદ,જંબુસર તાલુકામાં 0.63 ઈંચ વરસાદ,ભરૂચ તાલુકામાં 0.55 ઈંચ વરસાદ, અમોડ તાલુકામાં 0.24 ઈંચ વરસાદ અને વાગરા તાલુકામાં 0.16 ઈંચ વરસાદ વરસ્યો છે 

(1:43 PM IST)