<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

નાવરા ગામે રૂ.7.10 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં વેપારીને ફટકારૅલી સજા યથાવત રાખતી કોર્ટ

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામના ખેડૂતોને તેના કેળાના પાકના રૂપિયાના બદલામાં આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં ચેક આપનાર વેપારીને નીચલી કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી જેમાં એપેલન્ટ કોર્ટમાં અપીલ ચાલી જતા તે અપીલ નામંજૂર કરતા વેપારીને એડી. સેસન્સ જડ્જ હિરપરા સાહેબે જેલ ભેગી કર્યો હતો.

    જાણવા મળ્યા મુજબ જયદીપભાઈ અરવિંદભાઈ પટેલની નાવરા ગામે ખેતીની જમીન આવેલી હોય જેમાં તેઓ કેળાંનું વાવેતર કરે છે, જયારે પૂનમભાઈ મેલાભાઈ તડવી જયદીપભાઈના ગામ તેમજ આસપાસના ગામના કેળાં ખરીદવાનો ધંધો કરે છે. જયદીપ ભાઈ એ તેમનો કેળાં નો પાક તૈયાર થતાં પુનમભાઈ નો સંપર્ક કરતાં કેળાંના પાકની જે કિમત છે તે એકાદ મહીના બાદ આપવાનું નક્કી કરી ખેતરમાંથી કેળાંનો પાક થોડો થોડો આપેલ જે કેળાં ના પાક ની ફૂલ લેવાની રકમ રૂ. ૭,૧૦,૦૦૦/- થયેલી. જે કેળાંનો પાક પુનમભાઈ એ તા. ૨૫/૦૬/૧૯ થી ૧૪/૦૮/૧૯ સુધી લઈ ગયેલા, ત્યારબાદ આ રકમ સમયસર જયદીપ ભાઈ ને પરત નહિ ચુકવતા પૂનમ ભાઈ એ રૂ.7,10,000/- ના ચેક લખી આપેલ પરંતુ આ ચેક બેલેન્સ નહિ હોવાના કારણે તા.૦૧ / ૦૧/૨૦૨૦ ના રોજ રિટર્ન થતા જેની જાણ થતા, તા. ૨૦/૦૧/૨૦૨૦ ના રોજ જયદીપ ભાઈએ પોતાના વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલ મારફતે પૂનમ ભાઈને કાયદા મુજબની માંગણીની નોટીસ મોકલી આપેલ, પરંતુ પૂનમ ભાઈ સમય મર્યાદા માં રકમ ન આપતા રાજપીપલા કોર્ટમાં ફરિયાદ કરેલ જે કેસ જયું. મેજી.એસ. આર. ગર્ગની કોર્ટમાં ચાલી જતા જયદીપ ભાઈ ના વકીલની દલીલો નામદાર કોર્ટ માન્ય રાખી એક વર્ષની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતો, તેમજ ચેકની રકમ કુલ ૭,૧૦,૦૦૦ /- ચૂકવવા નો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પુનમભાઈ એ એપેલન્ટ કોર્ટમાં અપીલ કરતા નામદાર એડી સેસન્સ જડ્જ હિરપરા સાહેબમાં અપીલ ચાલી જતા ફરિયાદી તરફે જીતેન્દ્રસિંહ જે ગોહિલ ની ધારદાર દલીલોને માન્ય રાખતા આરોપીની અપીલ નામંજૂર કરી નામદાર નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખેલ છે અને આરોપીને સબજેલ રાજપીપલા ખાતે મોકલી આપેલ છે.

(10:15 PM IST)