<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

લીમપુરા ગામ પાસે રોંગ સાઈડમાં આવેલી ઈકો ગાડીએ બાઈકને ટક્કર મારતા ચાલકને ગંભીર ઇજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના લીમપુરા ગામ જવાના ત્રણ રસ્તા પાસે થયેલા અકસ્માતમાં ઈકો ગાડીએ બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ છે
    પ્રાપ્ત વિગતો અનુસાર જસવંતભાઈ અભેસિંગભાઈ બારીયા (ઉ.વ.૪૭ )( રહે,બારીયા ફળીયું રતનપુર તા.સંખેડા જી.છોટાઉદેપુર )નાઓ એ આપેલી ફરિયાદ માં જણાવ્યા મુજબ તેઓ ગઈ તા ૧૫/૦૬/૨૦૨૫ના સાંજના સાડા છએક વાગ્યાના અરસામા પોતાના ઘરેથી સાઈન મો.સા. નં. GJ-34-G-4183 ની લઈને તિલકવાડાના સુરવા ગામે તેમના સાઢુભાઇના ઘરે જવા નીકળેલા તે વખતે સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં લીમપુરા ગામ જવાના ત્રણ રસ્તા પાસેથી પોતાની મો.સા. લઈને પસાર થતા હતા ત્યારે ઉતાવળી ગામ તરફથી બુજેઠા તરફ આવતા રોડ તરફથી એક ઈક્કો ફોર વ્હીલ ગાડી નં. GJ- 06-PS-2374 નો ચાલક તેની ઈક્કો ગાડી રોંગ સાઈડમાં હંકારી લાવી તેમની મો.સા.ને સામેથી અથાડી અકસ્માત કરતા તેમના જમણા પગે ઘુંટણથી નીચેના ભાગે અને એડીના ભાગે ગંભીર ઈજાઓ તથા શરીરે ઓછી વત્તી ઇજાઓ પહોંચાડી હતી હાલ તેઓ વડોદરા સારવાર હેઠળ છે.આ બાબતે તિલકવાડા પોલીસે ઈકો ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:15 PM IST)