<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

નર્મદામાં 112 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ. 9 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ : ચૂંટણી પ્રચાર જોરશોરમાં

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 9 ગ્રામપંચાયતો સમરસ જાહેર થઇ છે અને એક બોરીદ્રા ગામના વોર્ડ 2 ની ચૂંટણી રદ થઇ છે ત્યારે આ ગ્રામપંચાયતો ની પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ છે સામે ઉમેદવારોમાં ચૂંટણી પ્રચાર પણ જોરશોર થી ચાલી રહયો છે. ભરચવાડા નવી વસાહત પ્રથમવાર મતદાન કરવાના હોય ઉમેદવારો આ વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરી જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આગામી તારીખ 22 ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી જાહેર થતાં નર્મદા જિલ્લામાં પણ રાજકીય મહોલ ગરમાયો છે. પ્રથમ દિવસથી જ સરપંચ અને સભ્યપદના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાટલા મિટીંગો અને બેઠકો શરૂ થઈ ગઈ છે. ગામે ગામ સરપંચ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર માં લાગી ગયા છે.ત્યારે ગામેગામ ભંડારાઓ પણ શરૂ થઇ ગયા છે.  
નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજવા જઈ રહી છે. અને તિલકવાડા તાલુકામાં 14 ગ્રામ પંચાયત માટે ચૂંટણી જાહેર થઈ હતી જેમાંથી ત્રણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે એટલે કે 14 માંથી 10 ગ્રામ પંચાયત ખાતે સરપંચની ચૂંટણી યોજાશે કારણકે પીંછીપુરા વજેરીયા અને જલોદ્રા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. આ ગ્રામ પંચાયત ખાતે સરપંચ અને સભ્યોના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને છ વોર્ડ ના સભ્યો બિનહરીફ જાહેર થયા છે માત્ર એક વોર્ડમાં સભ્ય માટે ચૂંટણી યોજાશે. એટલે કે 116 વોર્ડ પૈકી 61 વોટ માં ચૂંટણી યોજાશે અને 52 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે. તો બીજી તરફ પેટા ચૂંટણીમાં કુલ આઠ માંથી એક ગામમાં સરપંચની ચૂંટણી યોજાશે અને બે વોર્ડ બિનહરીફ અને આઠ વોર્ડ ખાલી રહ્યા છે. આ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા તેમના સમર્થકોએ જીતેલા તમામ ઉમેદવારોનું સરઘસ કાઢી ફુલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા

(10:14 PM IST)