<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

રાજપીપળા ખાતે નીકળનારી રથયાત્રા મુદ્દે કમિટીના સભ્યોની ટાઉન પીઆઈ સાથે બેઠક

( ભરત શાહ દ્વારા )નર્મદા : આગમી 27 જૂન ના રોજ રાજપીપળા ખાતે નીકળનારી રથયાત્રા બાબતે રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે.ગઢવી સાથે રથયાત્રા કમિટીના સભ્યોની બેઠક યોજાઈ હતી

   આગામી 27 જૂન ના દિવસે રાજપીપળાના રાધાકૃષ્ણ મંદિરેથી નીકળનારી રથયાત્રા બાબતે રથયાત્રા કમિટીના સભ્યોમાં કલ્પેશભાઇ પંડ્યા અને કેતનભાઈ પાઠકની ટાઉન પીઆઈ વી.કે.ગઢવી સાથે બેઠક થઈ જેમાં પીઆઈએ રથયાત્રાના રુટ અને કયા કયા સ્વાગત થશે એ બાબતે કમિટીના સભ્યો પાસેથી જાણકારી મેળવી હતી. જોકે રાજપીપળા શહેરમાં વર્ષોથી રથયાત્રા ખૂબ શાંતિપૂર્વક વાજતે ગાજતે નીકળે છે અને ઠેર ઠેર સ્વાગત પણ થાય છે જેમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે.

(9:46 PM IST)