તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
ગાંધીનગરના કોબામાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટની ભેખડ ધસી પડી 2 લોકોના મોત
રાજસ્થાનના ડુંગરપુર નિવાસી અજય પરમાર અને ચિરાગ પરમાર પિતરાઈ ભાઈના મૃત્યુ:સાઈટ પર સાથે કામ કરી રહેલા નટવર ડામોરને ઇજા

ગાંધીનગરના કોબામાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટની ભેખડ ધસી પડી 2 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના કોબામાં આવેલી શ્રીજી કન્સ્ટ્રક્શન સાઈટમાં કામ કરતા હતા તેવામાં કન્સ્ટ્રક્શન સાઈટની ભેખડ ધસી પડી અને રાજસ્થાનના ડુંગરપુર નિવાસી અજય પરમાર અને ચિરાગ પરમાર પિતરાઈ ભાઈના મૃત્યુ થયું છે. સાઈટ પર સાથે કામ કરી રહેલા નટવર ડામોરને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
