તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
અમદાવાદના દરિયાપુરની સ્કૂલના છતનો જર્જરિત ભાગ ધરાશાયી થતા શ્રમિક અને કોન્ટ્રાક્ટરનું મોત
જે.પી.હાઈસ્કૂલમાં કોન્ટ્રાકટર અને લેબર કલરનું કામ જોવા માટે સ્કૂલમાં ગયા હતા ત્યારે છતનો જર્જરિત ભાગ પડ્યો

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વૃક્ષ ધરાશાયી થવાની અને વીજ કરંટથી વ્યક્તિનું મોત થયાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે આજ રોજ અમદાવાદના દરિયાપુરમાં સ્કૂલની દિવાલ પડતા દૂર્ઘટના સર્જાઇ છે. જે.પી.હાઈસ્કૂલના ટેરેસનો ભાગ પડતા મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત નિપજ્યું છે. કોન્ટ્રાકટર અને લેબર કલરનું કામ જોવા માટે સ્કૂલમાં ગયા હતા તે દરમિયાન સ્કૂલના છતનો જર્જરિત ભાગ પડતાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. દરિયાપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
