<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

કડી વિધાનસભા પેટાચૂંટણીની તૈયારી પૂર્ણ : કાલે 294 બુથ પર 2.89 લાખ મતદારો મતદાન કરશે

106 સંવેદનશીલ બુથ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો: ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીના કુલ 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કાલે 19 જૂને સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીના કુલ 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે 

મણિબા આર્ટ્સ કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીનનું વિતરણ કરવામાં આવ્યું. સાથે ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવનારા કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 1900 કર્મચારીઓ ફરજ બજાવશે.

કડી વિધાનસભાની પેટાચૂંટણી-2025ના 8 ઉમેદવારોમાં ચાવડા જગદીશ ગણપતભાઈ - આમ આદમી પાર્ટી,રમેશભાઈ ચાવડા - કોંગસ,રાજેન્દ્રકુમાર ચાવડા - ભાજપ,ડૉ.ગિરીશભાઈ કાપડીયા - પ્રજાશક્તિ પાર્ટી,જયેન્દ્ર રાઠોડ - રાઈટ ટુ રીકોલ પાર્ટી,પ્રવિણ ચૌહાણ - ભારતીય જન પરિષદ,મકવાણા કમલેશભાઈ - સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી અને  મકવાણા દશરથભાઈ - આપકી આવાઝ પાર્ટી મેદાનમાં છે 

કડી વિધાનસભામાં કુલ 2,89,927 મતદારો 294 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 106 સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કડી તાલુકા અને શહેરના મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

(9:06 PM IST)