તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
સુરત પોલીસ બેડામાં બઢતીનો માહોલ : બિન હથિયારી હેડ કોન્સ્ટેબલમાંથી અનાર્મ એ.એસ.આઈ. તરીકે હંગામી ધોરણે બઢતીના હુકમો જાહેર : 50 થી વધુ જવાનોને લાભ! જુઓ સંપૂર્ણ લિસ્ટ
ખાલી જગ્યાઓ ભરવા માટે કમિટીની રચના બાદ કરાયેલ નિર્ણય : બઢતી સ્વીકારવાનો ઇનકાર કરનારને ઉચ્ચતર પગારનો લાભ ગુમાવવો પડશે : વિભાગીય તપાસ અને કોર્ટ કેસ વગરના કર્મચારીઓને જ મળશે બઢતીનો લાભ

રાજકોટ : સુરત શહેર પોલીસ યુનિટમાં ફરજ બજાવતા બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ સંવર્ગના જવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખાલી જગ્યાઓ ધ્યાનમાં રાખીને બિન હથિયારી એ.એસ.આઈ. (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર) ની જગ્યાઓ બઢતીથી ભરવા માટે તા. 30/08/2024 ના રોજ રચાયેલી ખાતાકીય બઢતી પસંદગી કમિટીના નિર્ણય મુજબ, લાયક હેડ કોન્સ્ટેબલોને અનાર્મ એ.એસ.આઈ. તરીકે તદ્દન હંગામી ધોરણે બઢતી આપવાનો કચેરી હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમ મુજબ, બઢતી મેળવનાર જવાનોને તેમના મૂળ મહેકમના પોલીસ સ્ટેશન/શાખા ખાતે જ ચાલુ રાખવામાં આવશે.
આ કચેરી હુકમમાં જણાવ્યા મુજબ, ROP Rules – 2016 હેઠળ પગાર ધોરણ Level No.3 in Pay Matrix Vertical Range of Pay Level 21700-69100 (Table-3) માંથી તેઓને A.S.I. ના પગાર ધોરણ Level No.4 in Pay Matrix Vertical Range of Pay Level 25500-81100 (Table-4) સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે.
જો કોઈ બઢતી મેળવનાર હેડ કોન્સ્ટેબલ એ.એસ.આઈ. સંવર્ગનું ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થયા પછી બઢતી સ્વીકારવાની આનાકાની કરશે, તો તેઓને મંજૂર થયેલ ઉચ્ચતર પગાર લાભ બઢતી જતી કર્યા તારીખથી પરત ખેંચવામાં આવશે. આવા કિસ્સાઓમાં, બઢતી જતી કર્યા તારીખથી તેઓ અ.હે.કો. સંવર્ગના પે. મેટ્રિક્સમાં જો એ.એસ.આઈ. તરીકે બઢતી ન મળી હોત તો જે પગાર મળવાપાત્ર હોત તે અનુસાર તેમની પગાર બાંધણી કરવામાં આવશે. જોકે, બઢતી જતી કર્યા તારીખ સુધીના ચૂકવાયેલ પગાર ભથ્થાની રિકવરી કરવામાં આવશે નહીં.
આ બઢતી હુકમનો અમલ કરતા પહેલા સક્ષમ અધિકારી દ્વારા ઉપરોક્ત અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, ફોજદારી ગુનો ચાલુ, બાકી કે સંભવિત ન હોવાની, તેમજ કોઈ સજાનો અમલ ચાલુ/બાકી ન હોવાની કે ફોજદારી ગુનો પેન્ડિંગ ન હોવાની સંપૂર્ણ ખાતરી કરવાની રહેશે. જો કોઈ વિરુદ્ધ બાબત જણાશે તો આવા પોલીસ કર્મચારીઓને બઢતી ઉપર હાજર ગણવાના રહેશે નહીં અને તાત્કાલિક અત્રેની કચેરીને જાણ કરવાની રહેશે. જો કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી ગુનો ચાલુ/બાકી ન હોય તો જ બઢતી ઉપર હાજર કર્યા અંગેનો રિપોર્ટ અત્રેની કચેરીએ મોકલી આપવાનો રહેશે.
વધુમાં, જે અનાર્મ હેડ કોન્સ્ટેબલ હકક રજા કે માંદગીના સબબ ગેરહાજર હશે, તેમને તેઓ ખરેખર ફરજ પર હાજર થયા બાદ જ બઢતીવાળી જગ્યાએ જે તારીખે હાજર થયેથી એ.એસ.આઈ. તરીકેની બઢતીનો લાભ આપવાનો રહેશે. આ હુકમથી સુરત શહેર પોલીસ યુનિટના અનેક જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને પોલીસ દળમાં વધુ ઉર્જા અને ઉત્સાહનો સંચાર થશે.

(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
