News of Wednesday, 18th June 2025
રાજ્યના ૩૩ જીલ્લાના ૨૨૭ તાલુકાઓમાં ઝરમર થી અનરાધાર વરસાદ....
ગાંધીધામ, દિયોદર, ધંધુકા અને બોરસદ ૩.૫ ઇંચ, અંજાર, પેટલાદ, નખત્રાણા અને ખંભાત ૩ ઇંચ ભારે વરસાદની આગાહી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજા સીઝન ના પ્રારંભ થી જ રાજ્યના અનેક વિસ્તારોમાં સ્ફોટક બેટિંગ કરતા મહેરની સાથે સાથે કેટલાક વિસ્તાર માં કહેર પણ વરસી રહ્યો છે.
હાલ માં તો મેઘરાજા એ સૌથી વધુ મહેર સૌરાષ્ટ્ર પંથકમાં વરસાવી હોય તેમ જણાય છે, છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૩૩ જીલ્લાના ૨૨૭ તાલુકાઓમાં ઝરમર થી ૮ ઇંચ સુધી નો વરસાદ વરસ્યો છે.
અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નોંધાતા જગતનો તાત ખુશખુશાલ જણાય છે, તો કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ ને પગલે નવા નીરની આવક થતા પીવાના પાણીની સમસ્યામાં પણ રાહત થશે. એટલુ જ નહિ છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી થી પ્રજાજનોને આંશિક રાહત મળી છે.
ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો... ગાંધીધામ ૮૬ મીમી, દિયોદર ૮૩ મીમી, ધંધુકા ૮૨ મીમી, બોરસદ ૮૧ મીમી, અંજાર ૭૬ મીમી, પેટલાદ ૭૪ મીમી, નખત્રાણા ૭૩ મીમી, ખંભાત ૭૨ મીમી, માળીયા ૬૮ મીમી, હળવદ ૬૬ મીમી, ધોલેરા ૬૫ મીમી, આણંદ અને ઇડર ૬૧ મીમી, દસકોઈ ૬૦ મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે ભચાઉ ૫૬ મીમી, તારાપુર ૫૧ મીમી, અબડાસા ૪૭ મીમી, ભુજ અને રાપર ૪૫ મીમી, પાટણ ૪૨ મીમી, ઉમરગામ , વિજય નગર ૪૧૪૧કાંકરેજ ૩૯ મીમી, ભિલોડા ૩૭ મીમી, મોડાસા અને ખેરગામ ૩૫ મીમી વરસાદ નોંધાયો છે.
ડોલવણ , ગરબડા ૩૪ મીમી, માતર નડિયાદ ૩૩ મીમી, વાસો ૩૨ મીમી, ઉમરપાડા ૩૧ મીમી, માંડવી, હિંમતનગર, અને જેતપુરપાવી ૩૦ં૩૦ મીમી, વાલીયા, ચીખલી અને મહેમદાવાદ ૨૯ મીમી, ધનસુરા અને લખપત ૨૮ મીમી, કપરાડા, વલસાડ આંકલાવ અને નાંદોદ ૨૭ મીમી, મુન્દ્રા ૨૬ મીમી, વાપી અને સરસ્વતી ૨૪ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય ૧૪૯ તાલુકાઓમાં ૧ થી ૨૩ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે, આજે સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાત તરફ વળ્યા હોય તેમ જણાય છે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
