તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
દેશના ૨૬ રાજ્યમાં ૭૦ કરોડનો ફ્રોડઃ સુરત ક્રાઈમ બ્રાન્ચનું અદભુત ઓપરેશન
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં વધુ એક ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ ઝડપાયું : ચીન, પાકિસ્તાન સુધી તાર લંબાયા છેઃ પોલીસ ઇન્સ્પેક્ટર જીગારાણા અને સ્ટાફની જહેમત ફળીઃ અભિનંદન અપરંપાર : આખું ઓપરેશન જેમના સુકાની પદ હેઠળ સફળ બન્યું તેવા ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા અકિલા સમક્ષ દિલધડક ઓપરેશન પાછળ લોકો જે જાણવા માંગે છે તેની રસપ્રદ દાસ્તાન વર્ણવી

રાજકોટ, તા. ૧૮: સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના ib વડા તરીકેના લાંબા કાર્યકાળને કારણે તેમના કેન્દ્રીય એજન્સીઓ સાથેના સંબંધો અંતર્ગત ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ અંગે હકીકત મળતા ક્રાઈમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત સાથે ચર્ચા કરી અને ભૂતકાળમાં આંતરરાષ્ટીય લેવલના રેકેટ પરથી પડદો ઊંચકનાર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયાને આ મિશન સુપ્રત થતા જ તેઓના નેતળત્વ હેઠળ પીઆઇ શ્રી જોગારાણા અને ક્રાઇમ બ્રાંચ સ્ટાફ દ્વારા જેના તાર ચીન પાકિસ્તાન સુધી લંબાયા છે તેવા ઇન્ટરનેશનલ ફ્રીડ પરથી પડદો ઉચકી કુલ ત્રણને ઝડપી લીધા છે.
અલગ ટીમો વર્ક આઉટમાં હતી.
આ દરમ્યાન ક્રાઇમ બ્રાંચની ટીમને તા.૧૪/૦૬/૨૦૨૫ નારોજ બાતમી હકીકત મળેલ કે, ‘આંતરાષ્ટ્રીય સાયબર ફોર્ડના આરોપીઓ સુરત ખાતે આવેલ છે અને તે લોકો ચાઇનીઝ, મ્યાનમાર વિગેરે દેશના આરોપીઓ સાથે સાયબર ફોર્ડમાં સંડોવાયેલા છે' વિગેરે મળેલ બાતમી આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા સુરત શહેર રેલ્વે સ્ટેશન ખાતે જનતા ઇન હોટલની અંદરથી આરોપીઓ (૧) સાગર ભાગીરથરામ બિશ્રોઇ રહે, ગામ. જંમ્બેશ્વરનગર, તા.લોવાવટ જીલ્લો. ફલીદી (રાજસ્થાન) તથા (૨) રામસ્વરૂપ સ/ઓ. શીવનાથરામ બિશ્રોઇ રહે. જાટ આવાસ, તા. લોવાવટ જીલ્લો. ફલીદી (રાજસ્થાન) નાઓને ઝડપી પાડી તપાસ દરમ્યાન સુરત ખાતે સ્થાનીક લોકોના બેંક એકાઉન્ટ તથા સીમકાર્ડ લોભ લાલચ તથા છેતરપીંડીથી મેળવતા હાલના ગુનાનો વોન્ટેડ આરોપી (૩) ગાબુ સંજય રામજીભાઈને રહે. નંદુડોશીની વાડી પાસે કતારગામ વરાછા મુળ. બોટાદનાને બોટાદ ખાતેથી તા.૧૬/૦૬/૨૦૨૫ નારોજ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડેલ જે સુરત શહેર તથા આસપાસના વિસ્તાર માંથી વિવિધ લોકોના બેંક એકાઉન્ટ મેળવી આરોપી સાગર અને રામસ્વરૂપને પુરા પાડતો હતો.
તેમ સમગ્ર ઓપરેશનનું નેતળત્વ કરનાર ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ઉપરોક્ત આરોપીઓની પુછપરછ કરતા બંન્ને આરોપીઓ રાજસ્થાનના જોધપુર જીલ્લાના રહેવાસીછે અને તેઓ અલગ અલગ રાજ્યમાં બેંક કીટ તથા સીમકાર્ડ મેળવી તેને એકટીવ કરી આ ગેંગ દ્રારા એકાઉન્ટ નંબર ચાઇનીઝ તથા મ્યાનમારના લોકોને પુરા પાડી આ એકાઉન્ટમાં જમા થતા રૂપિયાને ડેબીટકાર્ડ દ્વારા ઉપાડી આંગડીયા મારફતે યુ.એસ.ડી.ટી. માં બજાર ભાવ કરતા ઉચાભાવે કનવર્ટ કરી મ્યાનમાર તથા ચાઇનીઝ લોકોને આપતા.
વધુમાં આરોપી સાગર ભાગીરથરામ બિશ્રોઇ તથા રામસ્વરૂપ ૫/૦ શીવનાથરામ બિશ્રોઇ નાઓએ આ ગુનાના વોન્ટેડ આરોપી પ્રમોદ બિશ્રોઈ, જ્ઞાન બિશ્રોઇ, શ્યામ બિશ્રોઇ તથા ગાબુ સેજય નાઓ સાથે પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી આર્થિક રીતે સધ્ધર થવા સારુ ભારત દેશના અલગ અલગ કુલ ૨૬ રાજ્યોમાં અલગ અલગ કુલ ૨૮ બેંકોમાં સેવીંગ તથા કરંટ બેંક એકાઉન્ટ કુલ્લે ૧૯૪ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા ખોલાવેલ બેંક એકાઉન્ટની કીટો તથા એકાઉન્ટમાં રજીસ્ટર્ડ કરાવેલ મોબાઇલ નંબરના સીમકાર્ડ મેળવી ઇન્ટરનેટ બેંકીંગની MPIN જનરેટ કરી બેંક કીટ એકટીવ કરી એકબીજાની મદદગારીથી બેંક એકાઉન્ટની માહિતી ચાઇનીઝ વ્યકિતઓના ટેલીગ્રામ ગ્રુપ મીકલી આપતા અને આ બેંક ખાતામાં માતબર રૂપિયા જમા થતા હોય આમ, હાલની તપાસ દરમ્યાન ઉપરોક્ત ગુનામાં રૂપિયા ૭૦ કરોડ કે તેથી વધુ રકમનો સાયબર અપરાધ થયો હોવાનુ અનુમાન છે. ઉપરોક્ત કુલ ૧૯૪ બેંકોના કેન્દ્રીય ગળહમંત્રાલયના સાયબર અપરાધ અંગેના NCCRP પોર્ટલના સાયબર અપરાધ અંગે દેશના કુલ ૨૬ રાજ્યમાં ૫૦૮ સાયબર કરીયાદ રજીસ્ટર થયેલ છે. બેંક તથા NCCRP પોર્ટલમાં નોંધાયેલ ફરીયાદની વિગત નીચે મુજબ છે.
આરોપી સાગર ભાગીરથરામ બિશ્રોઇ તથા રામસ્વરૂપ સ/ઓ. શીવનાથરામ બિશ્રોઇ નાઓ ભારત દેશના અલગઅલગ રાજ્યમાં જઇ સહ આરોપી પ્રમોદ સાથે સંકલનમાં રહી રૂપિયા ૦૮ થી ૧૦ હજારમાં બેંક કીટ તથા સીમકાર્ડ મેળવતા હતા જે તેઓ રૂ. ૨૫ થી ૩૦ હજારમાં પ્રમોદ મારફતે સહ આરોપી જ્ઞાન અને શ્યામ બિતાોઈને આપતા હતા.
સાયબર અપરાધ દ્વારા મેળવેલ નાણા આરોપીઓ જ્ઞાન અને શ્યામના કહેવાથી ખ્વ્પ્ માંથી ઉપાડી પાવટા સીરોઇ જોધપુર ખાતે આવેલ આંગળીયા ખાતે રોકડા રૂપિયા જમા કરાવતા અને તે નાણા બજાર કિંમત કરતા ઉંચીકિંમતમાં યુ.એસ.ડી.ટી.માં કન્વર્ટ કરીને BINANCE એપ્લીકેશન દ્વારા ચાઇનીઝ વ્યકિતઓના વોલેટમાં ડાર્ક વેબથી USDT ટ્રાન્સફર કરી ચાઇનીઝ ગેંગને મોકલવામાં આવતા. હાલના આરોપીની ટેલીગ્રામની તપાસ કરતા જાણવા મળેલ છે. હાલના આરોપી વરચ્યુઅલ નંબરોનો ઉપયોગ કરી ટેલીગ્રામ ચેનલ દ્વારા ચાઇનીઝ, મ્યાનમાર તથા પાકિસ્તાનના ગ્રુપમાં રહી સાયબર અપરાધ આચરતા હતા. તપાસ દરમ્યાન ચાઇનીઝ ગેંગના લોકો પોતાના ફોર્ડનુ સેન્ટર મ્યાનમાર થી પાકીસ્તાન ટ્રાન્સફર કરતા હોવાનું જાણવા મળેલ છે.
હાલના આરોપીઓ પાસેથી કંપનીઓના આશરે રૂ. ૨.૫ લાખના કપડા તથા અન્ય સામાન મળેલ જે બાબતે તેઓને પુછપરછ કરતા તેમણે જણાવેલ કે, તેઓ ભારતના અલગ અલગ શહેરમાં આવી રીતે મોટા પ્રમાણમાં ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટ કરી તેમાંથી થોડા કપડામાં ડેમેજ કરી જેતે કંપનીના કસ્ટમર કેરમાં સંપર્ક કરી ટીવીટર તથા ફેસબુકમાં તમારી કંપની વિરૂધ્ધ ફરીયાદ કરીશ તેવી ધમકી આપી ખરીદી કરેલ સામનનુ રીફડ ઓનલાઇન પોતાના ખાતામાં મેળવી ખરીદી કરેલ સામાન પરત ન કરી સીમકાર્ડ બંધ કરી અને ખરીદી કરેલ સામાનને બીલ સાથે અડધાભાવમાં વેચી આર્થિક ફાયદો મેળવતા હતા. આ પ્રમાણે તેઓએ કુલ પાંચ કે તેથી વધુ વખત અલગ અલગ કંપનીઓ સાથે છેતરપીંડી કરેલ હોવાનું જણાવે છે જે અંગે તેના બેંક ખાતાની વિગત મેળવી કંપનીઓનો સંપર્ક કરી આગળની તપાસ હાલ ચાલુ છે.
તેમ ડીસીપી ક્રાઇમ દ્વારા અકિલા સાથેની વાતચીત અંતે જણાવ્યું હતું.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
