તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
રાજપીપળા નજીકના એક ગામમાંથી સગીર બાળકનું લગ્નની લાલચે અપહરણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમાંથી લગ્ન ની લાલચે એક સગીર બાળકીનું અપહરણ થતા વાલી એ પોલીસને જાણ કરી છે
મળતી માહિતી અનુસાર સગીરાના વાલી આર આપેલી ફરિયાદ મુજબ તેમની સગીરવયની દિકરી ઉ.વ.૧૬ વર્ષ.૦૬ માસ, ૨૩ દિવસ ને વિરાજભાઈ દિનેશભાઈ વસાવા( રહે.નાના રાયપરા તા.નાંદોદ જી.નર્મદા) એ પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તા.૧૧/૦૬/૨૦૨૫ ના વણઝર ગામથી રાજપીપલાની વચ્ચે કોઈપણ જગ્યા એથી ભગાડી લઈ જઇ ગુન્હો કરતા રાજપીપળા.પોલીસે અપહરણ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
