<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

બોરીદ્રા ગામના વોર્ડ-2 ની પેટા ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારનું મૃત્યુ થતા ચૂંટણી રદ કરાઈ : સરપંચની ચૂંટણી યોજાશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં 238 ગ્રામપંચાયતોમાંથી 112 ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થતા જિલ્લામાં રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે આગામી 22મી જૂને ચૂંટણી માટે મતદાન થવાનું છે, ચૂંટણીના ગરમ માહોલમાં બોરીદ્રા ગ્રામપંચાયતમાં વોર્ડ - 2 ની ચૂંટણી લડતા ઉમેદવારનું મૃત્યુ થતા ચૂંટણી અધિકારી એ બોરીદ્રાના વોર્ડની ચૂંટણી હાલ પૂરતી રદ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાની 112 ગ્રામપંચાયટોની ચૂંટણી માં 9 જેટલી ગ્રામપંચાયત સમરસ થતા હવે 103 ગ્રામપંચાયતો ની સરપંચ અને સભ્યો ની ચૂંટણીઓ યોજાવાની છે. આગામી 22 તારીખે મતદાન છે. તંત્ર પણ  સજ્જ છે. ત્યારે  બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયત માં સરપંચ અને વોર્ડ 2 ની પેટા ચૂંટણી છે જેમાં વોર્ડ 2ની  પેટા ચૂંટણી લડતા ઉમેવાર અવલસીંગ ઝુરિયાભાઈ વસાવાનું ગત તારીખ 14 જૂન 25 ના રોજ અવસાન થતા જે અંગેની જાણ ગામના તલાટી કમ મંત્રી એ મુખ્ય ચૂંટણી અધિકારીને કરતા વોર્ડ -2 ની ચૂંટણી હાલ પૂરતી રદ કરી દેવામાં આવી છે. સરપંચની ચૂંટણી યથાવત રહેશે, ગ્રામપંચાયતના મતદારો સરપંચ માટે મતદાન કરશે, રદ થયેલ ચૂંટણી ચૂંટણી પંચ આગામી સમયમાં અન્ય પેટા ચૂંટણીઓ ની જાહેરાત કરશે ત્યારે જાહેરનામું બહાર પાડી ચૂંટણી યોજાશે હાલ પૂરતી આ ચૂંટણી રદ કરી દેવાઈ છે.

(10:17 PM IST)