તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
વડિયા સ્કૂલ અને ચિલ્ડ્રન કેર હોમ ખાતે બાળકોને 300 ડઝન નોટબૂકનું વિતરણ કરતા નીરજ પટેલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને નોટો ચોપડાની જરૂરિયાત હોય રાજપીપળાના વેપારી નીરજ પટેલ દ્વારા તાજેતરમાં વડિયા પ્રાથમિક સ્કૂલ અને ચિલ્ડ્રન કેર હોમ ખાતે અભ્યાસ કરતા બાળકોને મફત નોટબૂક નું વિતરણ કરવામાં આવી, નીરજભાઈના દાદા નટવરભાઈ પટેલ (નટુદાદા મુંબઈ વાળા) વર્ષો પહેલા રાજપીપળા માં આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા તેઓ મુંબઈ ગયા ત્યારે મુંબઈમાં પણ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સાધનો લઇ અપાતા નટુદાદાના અવસાન બાદ આ સેવા બંધ થઇ ગઈ હતી તે તેમના દીકરા દિનેશભાઇ પટેલના દીકરા નીરજ પટેલ આ વાત કરતા નીરજ પટેલે આ વાત ઉપાડી 300 ડઝન નોટબૂક વિતર કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર વખતે નીરજ પટેલ દ્વારા ઘાયલ લોકો અને સિપાઈઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ રાજપીપલા ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં 300 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું આ 300 યુનિટના આંકડાને પકડી તેઓ 300 ડઝન સુધી નોટબૂક વિતરણ કરશે હાલમાં બે જગ્યાઓ પર વિતરણ કરી છે જરૂર પડે બીજી જગ્યાઓ પર સેવા માટે પહોંચી જશે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
